Wednesday, March 22, 2023

વડોદરામાં કોરોનાના આજે વધુ 9 કેસ નોંધાયા, 1 દર્દી વેન્ટિલેટર પર, એક્ટિવ કેસનો આંક વધીને 41 થયો | 9 more cases of Corona reported in Vadodara today, 1 patient on ventilator, number of active cases increased to 41 | Times Of Ahmedabad

વડોદરા21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 100,972 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 5 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,387 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 41 ઉપર પહોંચ્યો છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
વડોદરા શહેરના ઉંડેરા, એકતાનગર, અકોટા, ગોત્રી, નવીધરતી, માંજલપુર, તાંદલજા અને છાણી વિસ્તારમાં આજે કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. કુલ 387 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 7 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 35 કેસ પૈકી 36 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 5 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ 4 દર્દી ઓક્સિજન અને 1 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 36 લોકો હોમ ક્વોરન્ટીન છે.

રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા
વડોદરા સહિત રાજ્યના મોટા શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ ઉપરાંત કોરોનાના લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓનો રાફડો ફાટ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: