Wednesday, March 22, 2023

ગોંડલના દેરડી ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Accident between car and bike in Derdi village of Gondal, biker died on the spot, entire incident captured on CCTV | Times Of Ahmedabad

ગોંડલ11 મિનિટ પહેલા

ગોંડલના દેરડી ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને લઈને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને મોટી કુંકાવાવ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગોંડલના દેરડી(કુંભાજી) ગામે વાસાવડ રોડ પર પેટ્રોલ પંપ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી.

બાઈક ચાલક પેટ્રોલ પંપે વળવા જતા પાછળથી આવી રહેલ પૂરપાટ ઝડપે કારની ઠોકરે આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જીને કાર વીજપોલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બાઈક સવાર કાળુ બોઘાણીનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતકના મૃતદેહને 108 મારફતે મોટી કુંકાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતને લઈને લોકોના ટોળાં ઉમટ્યા હતા. મૃતકનો એક પગ અકસ્માતમાં કપાઈ પણ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: