રાજકોટ39 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગૃહમંત્રી હર્ષ સંઘવી – ફાઈલ તસવીર
રાજકોટમાં આવતીકાલે રાત્રે 9 વાગ્યાથી નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના દિગ્ગજો ઉપરાંત વહીવટી-પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ડ્રગ્સ નાબૂદીનો મેસેજ આપવા માટે દોડ લગાવવાના હોય તેમની સુરક્ષા-વ્યવસ્થા તેમજ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા પ્રમાણે આવતીકાલે રાત્રે 9થી મોડીરાત્રે ત્રણ વાગ્યા સુધી શહેરના છ રસ્તાઓ બંધ રહેશે.
આ રસ્તાઓ બંધ રહેશે
જે રસ્તાઓ બંધ રહેશે તેમાં જૂની એનસીસી ચોકથી આમ્રપાલી અન્ડર બ્રિજ સુધી ડાબી બાજુનો જાવક રસ્તો, આમ્રપાલી અન્ડર બ્રિજથી રૈયા રોડ, હનુમાન મઢી, રૈયા સર્કલ સુધી ડાબી બાજુનો જાવક રસ્તો, રૈયા સર્કલ 150 ફૂટ રિંગરોડથી રૈયા ટેલિફોન એક્સચેન્જ, કેકેવી ઓવરબ્રિજ ઉપર, બીગબજાર ચોક, નાનામવા સર્કલ ઓવરબ્રિજ ઉપર, મહાપૂજા ચોક, મવડી ચોકડી ઓવરબ્રિજ ઉપર, ઉમિયા ચોક સુધી ડાબી બાજુનો જાવક રસ્તો, નાણાવટી ચોક તરફ રૈયા રોડ ઓવરબ્રિજ ઉપર કોઈ પણ વાહન જઈ શકશે નહીં.
પાર્કિંગ કરવાની મનાઈ
આ ઉપરાંત આમ્રપાલી અન્ડરબ્રિજથી કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, ફનવર્લ્ડ પાસે રેસકોર્સ ગ્રાઉન્ડના ગેઈટ, પોલીસ હેડ ક્વાર્ટર, જૂના એનસીસી ચોક સુધી ડાબી બાજુનો જાવકનો રસ્તો તમામ પ્રકારના વાહનો ચલાવવા તેમજ પાર્કિંગ કરવાની મનાઈ ફરમાવાઈ છે.
ડિવાઈડરો ક્રોસ કરવાની મનાઈ
આવી જ રીતે જૂના એનસીસી ચોકથી આમ્રપાલી અન્ડર બ્રિજ તેમજ રૈયા સર્કલ 150 ફૂટ રિંગરોડથી પુનિત પાણીના ટાંકા સુધી નાઈટ હાફ મેરેથોન જે રોડ ઉપરથી પસાર થવાની છે તે તમામ રૂટ ઉપર રોડ અને તમામ સર્કલો તેમજ ડિવાઈડરો ક્રોસ કરવાની મનાઈ રહેશે.
અહીં તમામ વાહનો પરિવહન કરી શકશે
જ્યારે ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડિંગ, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂના એનસીસી ચોક, એરપોર્ટ ફાટકથી રૈયારોડની ઉત્તર દિશા તરફ જઈ શકાશે. ચાણક્ય બિલ્ડિંચ ચોકથી પારસી અગીયારી ચોક, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મહિલા અન્ડર બ્રિજથી રૈયા રોડથી દક્ષિણ તરફ જઈ શકાશે. આમ્રપાલી ફાટકથી રૈયા ચોકડી સુધી જમણી બાજુના રોડ ઉપરથી તમામ વાહનો આવક-જાવક કરી શકશે.
આ સ્થળો પણ અવર-જવર માટે ચાલું રહેશે
રૈયા ચોકડીથી 150 ફૂટ રિંગરોડ ઉમિયા ચોક સુધી આવતા ઈન્દીરા સર્કલ, કેકેવી નાનામવા સર્કલ અને મવડી ચોકડીના ઓવર બ્રિજની નીચેથી જ તમામ વાહનો રોડ ક્રોસ કરી શકશે તો રૈયા ચોકડીથી 150 ફૂટ રિંગરોડ ઉમિયા ચોક સુધી જમણી બાજુના રોડ ઉપરથી તમામ વાહનો અવર-જવર કરી શકશે. જ્યારે કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન ચોક, ફનવર્લ્ડ પાસે રેસકોર્સ ગ્રાઉન્ડમાં જવાના ગેઈટ પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂના એનસીસી ચોક સુધી રેસકોર્સનો જમણી બાજુનો રોડ વાહનોની અવર-જવર માટે ચાલું રહેશે.