Saturday, March 18, 2023

જજીસ બંગલો રોડ ઉપર કોમર્શિયલ કોમ્પ્લેક્સના ભોયરામાં આગ લાગી, 90 માણસોને સહી સલામત નીચે ઉતાર્યા | Fire breaks out in basement of commercial complex on Judges Bungalow Road in Ahmedabad, 90 people down safely | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના જજીસ બંગલો રોડ ઉપર આવેલા અભીશ્રી અલ્ટ્રા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. કોમ્પ્લેક્સના ભોયરામાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાના પગલે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસોમાં કામ કરતા લોકો તાત્કાલિક દોડીને ધાબા ઉપર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ એક તરફ પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લીધી હતી અને બીજી તરફ ધુમાડાના કારણે જે લોકો ધાબા ઉપર ગયા હતા તેમને ધીમે ધીમે રેસ્ક્યુ કરી અને કુલ 90 જેટલા લોકોને સહી સલામત નીચે ઉતાર્યા હતા. ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.

90 માણસોને સહી સલામત નીચે ઉતાર્યા
અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાં સાંજે ચાર વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે માનસી સર્કલ પાસે અભીશ્રી કોમ્પલેક્ષમાં આગ લાગી છે અને માણસો ફસાયેલા છે. મેસેજ મળતાની સાથે નજીકના બે ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના કરવામાં આવી હતી. ઘટના સ્થળે પોહચતા જાણવા મળ્યું હતું કે, બિલ્ડિંગના બીજા બેઝમેન્ટની ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી છે. સંપૂર્ણ બિલ્ડિંગમાં ડકમાંથી ધુમાડો થયો છે. જેનાથી ગભરાઈને લોકો બિલ્ડિંગના ધાબા ઉપર જતા રહ્યા હતા તેવા અંદાજે 90 લોકોને સહી સલામત નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. સાથે સાથે બેઝમેન્ટમાં લાગેલી આગ પર પણ કાબુ મેળવવા આવ્યો હતો.

ફાયર વ્હિકલ અને કર્મચારી વિગત

મીની ફા.ફા. 01
વોટર ટેન્કર (20 kl) 03
હાઇડ્રોલિક પ્લેટ ફોર્મ 01
ઇમરજન્સી ટેન્ડર 01
બ્લોવર વાન 01
એમબ્યુલન્સ 01
CFO 01
ADD CFO 01
DO 02
STO 01
SO 02
OTHER STAFF 35

અન્ય સમાચારો પણ છે…

Related Posts: