Saturday, March 18, 2023

વડોદરામાં મહિલાએ પોતાના નામે 9.95 લાખની લોન લઈ મિત્રને કાર અપાવી, હપ્તા ન ભરતા પોલીસ ફરિયાદ | In Vadodara, a woman took a loan of more than 9 lakh in her name and gave a car to a friend, without paying the installment, police complaint | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, A Woman Took A Loan Of More Than 9 Lakh In Her Name And Gave A Car To A Friend, Without Paying The Installment, Police Complaint

વડોદરા6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
મકરપુરા પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર) - Divya Bhaskar

મકરપુરા પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)

વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના નામે 9.95 લાખની લોન લઈ મિત્રને કાર અપાવી હતી. જોકે, કાર લેનાર મિત્રએ હપ્તા ન ભરતા મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વડોદરા શહેરના માણેજા એ-302, રોયલ રેસિડેન્સીમાં મિનાક્ષીબહેન હિરાલાલ શર્મા પરિવાર સાથે રહે છે અને ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સમાં બી.ડી.એમ. તરીકે નોકરી કરે છે. તેમના મિત્ર ઉપેન્દ્ર પરમાર અને તેઓના મિત્ર સમીર નવીનચંદ્ર પટેલ (રહે. સુરેશપાર્ક સોસાયટી નંબર-2, વાઘોડિયા રોડ, વડોદરા) મેક્સ ઇન્સ્યોરન્સ કંપનીમાં એડવાઇઝર તરીકે કામ કરે છે. મિનાક્ષીબહેન પણ 2008માં મેક્સ ઇન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટ તરીકે નોકરી કરતા હતા. જેથી તેઓ ઉપેન્દ્ર અને સમીરને ઓળખતા હતા.

હપ્તા ભરવા માટે ખાતરી
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વર્ષ-2015માં ઉપેન્દ્ર પરમારને કાર ખરીદવાની હતી. પરંતુ, તેઓને બેંકમાંથી લોન મળી શકે તેમ નથી. જેથી ઉપેન્દ્ર પરમાર અને સમીર પટેલ મિનાક્ષીબેનને મળ્યા હતા અને કાર ખરીદવા અંગે વાતચીત કરી હતી અને મિનાક્ષીબેનના નામે રૂપિયા 9.95 લાખની લોન પાંચ વર્ષના સમયગાળા માટે લીધી હતી અને માસિક રૂપિયા 24205 હપ્તો વ્યાજ સાથે નિયમીત ભરવા માટે ખાતરી આપી હતી.

હપ્તા ભરવાનું બંધ કરી દીધું
મિનાક્ષીબહેને કાર માટે લોન અપાવ્યા બાદ ઉપેન્દ્ર પરમારને વર્ષ-2016માં રૂપિયા 6,94,500ની લોન લઇને આપી હતી. દરમિયાન મિનાક્ષીબેનને અકસ્માત થતાં ઇજા થઇ હતી. જેથી તેઓ 6 માસ ઘરે રહ્યા હતા. તે સમયગાળા દરમિયાન ઉપેન્દ્ર પરમારે કાર લોનના હપ્તા ભરવાનું સંદતર બંધ કરી દીધું હતું. આથી HDFC બેંકે કાર પરત ખેંચી લીધી હતી.

ચેક રિટર્નની ફરિયાદ
બેંક કાર લઇ ગયા બાદ ઉપેન્દ્ર પરમાર પુનઃ મિનાક્ષીબેન પાસે ગયો હતો અને તેઓ દ્વારા બાકી પડતી હપ્તાની રકમ રૂપિયા 1,25,000 ભરાવ્યા હતા અને કાર છોડાવી લઇ ગયા હતા. કાર લઇ ગયા પછી ઉપેન્દ્ર હપ્તા ભરતો ન હતો. બીજી બાજુ બેંક દ્વારા મિનાક્ષીબહેન ઉપર રિટર્ન ચેકનો કેસ કર્યો હતો. આથી મિનાક્ષીબેને રૂપિયા 75 હજાર ભરી દેતા કેસ પાછો ખેંચાયો હતો.

બેંક દ્વારા સતત ઉઘરાણી
મિનાક્ષીબેનના નામે કાર લઇ કાર ફરાવનાર ઉપેન્દ્ર પરમાર હપ્તા ભરતો ન હોવાથી બેંક દ્વારા વ્યાજ સહિત રૂપિયા 12.98 લાખ ભરી જવા માટે મિનાક્ષીબેનને નોટિસ આપી હતી. તેમજ કોર્ટમાં કેસ કર્યો હતો અને મિનાક્ષીબેનના પગારમાંથી રૂપિયા 4 લાખ વસૂલ કર્યાં હતા. ત્યાર પછી પણ બેંક દ્વારા લોન લેનાર મિનાક્ષીબહેનના ઘરે જઇ ઉઘરાણી કરી રહ્યા છે.

મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ
બેંક દ્વારા બાકી પડતી લોનની રકમની સતત કરવામાં આવી રહેલી ઉઘરાણીથી ત્રસ્ત મિનાક્ષીબહેન શર્માએ આખરે મકરપુરા પોલીસ મથકમાં ઉપેન્દ્ર રમણભાઇ પરમાર (રહે. સી-20, સુરેખ પાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ઉપેન્દ્ર પરમાર સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…