- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- After 15 Years, AAA Finally Paid Taxes Of 4.68 Crores To Mehsana Municipality, Earlier The Municipality Had Sealed The Property Including 4 Planes.
મહેસાણા26 મિનિટ પહેલા
મહેસાણા એરપોર્ટ પર અગાઉ તાલીમ વિમાન ઉડાડવાની તાલીમ આપતી અમદાવાદની એરોનેટિક એવિએશન કંપનીએ મહેસાણા પાલિકામાં છેલ્લા 15 એક વર્ષથી વેરો ભર્યો નહોતો જેથી અગાઉ પાલિકાએ વેરા વસુલાત કરવા માટે AAA કંપનીના મહેસાણા ખાતે આવેલા પ્લેન ગાડીઓ સહિત ની મિલકત સીલ મારી હતી જોકે આખરે ભારે મથામણ બાદ આજે કંપનીએ મહેસાણા પાલિકામાં 4 કરોડથી વધુનો વેરો ભર્યો હતો
2018માં પાલિકાએ AAA કંપનીના 4 પ્લેન સીલ માર્યા હતા
અમદાવાદની એરોનેટિક એવિએશન કંપનીએ મહેસાણા પાલિકામાં વર્ષોથી વેરો ન ભરતા 2018માં મહેસાણા પાલિકાએ AAA કંપનીના 4 વિમાન,1 ગાડી,ઓફિસને સીલ મારી દીધા હતા ત્યારબાદ અનેકવાર પાલિકા દ્વારા નોટિસો આપ્યા બાદ પણ 7,68,55,508 વેરો ન ભરતા 2019મા હરાજી કરવામાં આવી જોકે એ સમય દરમ્યાન કોઈ પણ એજન્સી ભાગ ન લેતા હરાજી ટળી હતી.
AAA કંપનીએ 2015માં 30 લાખના 7 ચેક આપતા કોર્ટ કેસ પણ થયા
કરોડોનો બાકી રહેલા વેરો ભરપાઈ ન કરતા 2015ની સલમા અમદાવાદની આ AAA કંપનીએ મહેસાણા પાલિકાને 30 લાખના 7 ચેક પણ આપ્યા હત જેમાંથી ચેક રિટર્ન થતા કોર્ટ કેસ પણ કરવામાં આવ્યા હતા 15 વર્ષથી વેરો ન ભરનાર AAA કંપનીને અગાઉ પાલિકામાં રહેલા પ્રમુખો અને ચીફ ઓફિસરો ભારે મથામણ કરી જોકે AAA કંપનીએ વેરો ભર્યો નહોતો.
15 વર્ષ બાદ AAA કમ્પનીએ આજે 4.68 કરોડથી વધુ વેરો ભર્યો,2.99 કરોડથી વધુ રકમ માફ
મહેસાણા પાલિકાએ AAA કંપની ને અનેકવાર નોટિસો ફટકાર્યા બાદ આખરે હાલના પ્રમુખ વર્ષા બેન પટેલ પણ 2 વર્ષમાં અનેકવાર નોટિસ આપ્યા બાદ આખરે AAA કંપનીને નોટિસ આપવામાં આવી જતી જેમાં જો આ કંપની 31 માર્ચ 2023 પહેલા વેરો ભરપાઈ કરે તો સરકારની યોજનાનો લાભ મળવા પાત્ર હતો જેથી કમ્પનીએ મહેસાણા પાલિકામાં આજે 4 કરોડ 68 લાખ 94 હજાર 299 રૂપિયા વેરો આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહન વળતર યોજના અંતર્ગત આજે ભરતા AAA કંપનીને 2 કરોડ 99 લાખ 71 હજાર 209 રૂપિયા પેનલ્ટી માફ કરવામાં આવી હતી.
લીગલ એડવાઇજરનો અભિપ્રાય લીધા બાદ સીલ ખોલી અપાશે*
AAA કંપનીએ 15 વર્ષથી કરોડોનો વેરો ભરપાઇ ન કરતા જેતે સમયે પાલિકાએ 4 પ્લેન સહિતની મિલકત સીલ મારી હતી જોકે આખરે મહેસાણા પાલિકા ના પ્રમુખ વર્ષા બેન પટેલ,ઉપ પ્રમુખ કાનજી ભાઈ દેસાઈ,કારોબારી ચેરમેન કૌશિક ભાઈ વ્યાસ એ કરેલ ભારે મહેનત બાદ કરોડોનો વેરો જમા થતા ત્યારબાદ આગામી સમયમાં લીગલ એડવાઇજર નો અભિપ્રાય લીધા બાદ સીલ ખોલી આપવામાં આવશો.