Wednesday, March 8, 2023

જામનગરમાં એક યુવતીના જવાબથી અભયમની ટીમ ધંધે લાગી, ત્રણ સરનામાં બદલ્યા ત્યારે પરિવાર મળ્યો | Abhayam's team got busy after a response from a girl in Jamnagar, found the family after changing three addresses | Times Of Ahmedabad

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગરમાં 7 માર્ચના રોજ એક નાગરિકે 181 પર કોલ કરીને જણાવ્યું કે, અહીં એક યુવતી બે કલાકથી ઉભી છે તે તેમનું નામ કે સરનામું, જણાવતી નથી અને ફક્ત એટલું કહે છે કે ‘ હું ઘરેથી નીકળી ગઈ છું મારે મદદની જરૂર છે.’
કોઈને કહ્યા વગર યુવતી ઘરેથી નીકળી ગઈ
જેથી 181ની ટીમ સ્થળ પર ગઈ હતી અને રૂબરૂ યુવતીનું કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં સમસ્યા જાણતા જણાયું કે, યુવતી સવારે 5:00 વાગ્યાથી ઘરેથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. તેમજ યુવતીએ જણાવ્યું કે, મારા માતા મને સાચવતા નથી અને મારા ભાઈને વધારે સાચવે છે તેમજ મને વારંવાર કહેતા હોય છે કે તને તો વિકાસ ગૃહમાં મૂકી દેવી છે. તેથી હું કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ છું, યુવતીને તેમના ઘરનું એડ્રેસ પૂછતા યુવતીએ અલગ અલગ એડ્રેસ જણાવેલ હોય અલગ-અલગ બે એડ્રેસ પર ટીમ ગઈ હતી. જે બાદ ત્રીજા એડ્રેસ પર યુવતીનું ઘર મળી આવ્યું હતું. જેથી ત્યા જઈને તેમના માતા-પિતા સાથે કાઉન્સિલિંગ કરતા જણાયું કે, યુવતી માનસિક અસ્થિર છે.
યુવતી કોઈ સાથે ફોન પર વાત કરતા માતાને જાણ થઈ ગઈ હતી
આ યુવતી ઘરમાં વારંવાર ઝઘડો કરે છે અને તેમના માતાની જાણ બહાર કોઈ યુવક સાથે ફોન પર વાત કરતી હોય છે. આ વાતની તેમના માતાને જાણ થતા યુવતી ઘર છોડીને નીકળી ગઈ હતી. તેથી યુવતીનું લાંબા ગાળાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. યુવતી પાસે એક મોબાઇલ ફોન છે તે કોઈ પુરુષે આપેલો છે તે મોબાઈલ ફોન યુવતીને સમજાવીને તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. હાલમાં યુવતીને તેમની માતા સાથે રહેવું હોવાથી યુવતીને તેમના માતા-પિતાને સોંપેલ છે. યુવતીના માતા-પિતા સહિતના પરિવારે 181 ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે…