- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- The Introduction Of ABVP To The Government Calls For A Deep Reflection On The Increasing Killings, Cheating And Molestation In Schools And Colleges.
અમદાવાદએક કલાક પહેલા
છેલ્લા કેટલાય સમયથી શૈક્ષણિક સંસ્થાઓમાં શાળા-કોલેજોમાં હત્યા, છેતરપિંડી અને છેડતી જેવી ગુનાહિત પ્રવૃતિઓ સતત વધી રહી છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા સમગ્ર શિક્ષણ જગત પર દાગ લગાવવાનું કામ નિરંતર ચાલી રહ્યું છે. આ પ્રકારની માનસિકતા ધરાવતા ઇસમોને જાણે પ્રશાસન, પોલીસ કે સરકારની કોઈ જ પરવાહ ન હોય તેવું પુરવાર થઈ રહ્યું છે. શિક્ષણ પરીસરમાં આવા અસામાજિત તત્વોને રોકવા અને નિયંત્રણ લાવવા ઘણું આવશ્યક બન્યુ છે તેવી ABVPએ સરકરાને રજૂઆત કરી છે.
નવગુજરાત કોલેજની વિદ્યાર્થિનીની છેડતી
હાલમાં આર.સી ટેક્નિકલ કોલેજના વિદ્યાર્થીનું અન્ય કોલેજના વિદ્યાર્થી દ્વારા ક્રુર હત્યા કરવામાં આવી છે. તેના થોડા સમય પહેલા જ નવગુજરાત કોલેજની વિદ્યાર્થિનીની છેડતી બહાર ના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી હતી. ત્યારે પણ વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજમાં પ્રશાસનને સુરક્ષા બાબતે ABVPએ આંદોલન કર્યું હતું.
ગુનાહિત પ્રવૃતિઓ વિચારણા કરવા રજૂઆત
બનાસકાંઠામાં થયેલા આર્યન મોદી હત્યાકાંડની ઘટના અને પ્રદેશની કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ જેવી કે એમ.એસ. યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ રીતે વારંવાર થતી પરિસરોમાં ગુનાહિત પ્રવૃતિઓ પર પ્રશાસન, પોલીસ અને સરકારને આ મામલે વિચારણા કરવા ABVPએ રજૂઆત કરી છે.
વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી કોની?
અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષજના પ્રદેશ મંત્રક્ષી યુતિબેન ગજરેએ જણાવ્યું હતું કે, જે રીતે શૈક્ષણિક પરિસરોમાં વારંવાર ગુનાહિત પ્રવૃતિઓ બની રહે ચે. તે ખૂબ જ ચિંતાનો વિષય છે. શિત્રણ પરિસરોમાં જ જો વિદ્યાર્થીઓની સુરક્ષાની ખાત્રી ન હોય તો તેની જવાબદારી કોની? માટે આ સમગ્ર ગુનાહિત પ્રવૃતિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ, પ્રશાસન અને સરકારે ચિંતા કરવી ઘણી આવશ્યક છે.