No results found

    મહુવા તાલુકાના કળસાર ગામે એસીબીની સફળ ટ્રેપ; બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરને લાંચ લેતા ઝડપી પાડ્યો | ACB successful trap at Kalasar village of Mahuwa taluk; Bank assistant manager caught taking bribe | Times Of Ahmedabad

    મહુવા (ભાવનગર)એક કલાક પહેલા

    • કૉપી લિંક

    કળસાર ગામે આવેલા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજર રાહુલ કપૂરચંદ શર્માએ ફરિયાદી ગોપાલ ડોડીયા પાસે લોન પાસ કરાવવાના રૂપિયા 30,000ની માંગણી કરી હતી. પરંતુ છેલ્લે 25,000 રૂપિયામાં આપવાનું નક્કી થયેલું. ગોપાલ ભાવનગર એસીબીમાં જઈને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા આસિસ્ટન્ટ મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી અને એસીબીની ટ્રેપ ગોઠવી હતી. એસીબીની ટીમે છટકું ગોઠવી અને બેંક મેનેજરની વચ્ચે માણસને પૈસા નક્કી કરેલા ટ્રેપમાં વચ્ચેનો માણસ પૈસા લેતા રંગે હાથ પકડાઈ જતા પૂછપરછમાં આસિસ્ટન્ટ બેંક મેનેજરનું નામ જાહેર કર્યું છે. હાલ બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી એસીબી કરી રહી છે.

    આરોપી આસિસ્ટન્ટ મેનેજર રાહુલ કપૂરચંદ શર્મા

    આરોપી આસિસ્ટન્ટ મેનેજર રાહુલ કપૂરચંદ શર્મા

    મહુવા તાલુકાની પાસે આવેલા પ્રસાર ગામે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજરે ફરિયાદી પાસેથી રૂપિયા 30,000ની માંગણી કરેલી હતી, પરંતુ જાગૃત નાગરિક પોતાની સુઝ ગોઠવીને ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો. ભાવનગરની આખી ટીમ કળસાર ગામે ગઈકાલે બપોરના 4:30 આસપાસ ટ્રેપ ગોઠવી રાત્રેની અંદર સકર્મચારી પૈસા લેવા આવતા પકડાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલી હતી.

    વચેટીયો

    વચેટીયો

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال