સાબરકાંઠા (હિંમતનગર)20 મિનિટ પહેલા
- કૉપી લિંક
નાસતો ફરતો આરોપી ઝડપાયો…
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનમાં એક વર્ષથી નાસતા-ફરતા રાજસ્થાનના આરોપીને હિંમતનગરથી એલસીબીએ ઝડપી લઈને જાદર પોલીસને સોપ્યો હતો. આ અંગે એલસીબીના પીઆઈ એ.જી. રાઠોડે જણાવ્યું હતું કે, સોમવારે મોડી સાંજે એલસીબીના પીએસઆઈ એસ.જે. ચાવડા અને સ્ટાફના વિક્રમસિંહ, સનતકુમાર, અમરતભાઈ, અનિરુદ્ધસિંહ, પ્રહર્ષકુમાર, પ્રકાશભાઈ, ગોપાલભાઈ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમી આધારે હિંમતનગરના એસટી બસ સ્ટેન્ડ આગળ શૌચાલય આગળથી જાદર પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીમાં એક વર્ષથી નાસતા-ફરતા રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા તાલુકાના નયાવાસ પોસ્ટના મીરાફળામાં સૌન્દ્રફના હીરા મણસા કશના ખેરને ઝડપી લીધો હતો અને જાદર પોલીસને સોપ્યો હતો.
દોઢ વર્ષની બાળકીને માતા-પિતાને સોપી…
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વરમાંથી મળી આવેલી દોઢ વર્ષીય બાળકીને ગણતરીના કલાકોમાં બી ડિવિઝન પોલીસે તેના માતાપિતાને સોપી હતી. હિમતનગરના ભોલેશ્વર વિસ્તારમાંથી ત્રણ દિવસ પહેલા મોડી સમયે એક દોઢ વર્ષની બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જે બાળકી અંધારામાં રડતી હતી, જેથી જાગૃત મહિલાએ બાળકીને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી હતી. પોલીસને સમગ્ર વાત કરી હતી, ત્યારબાદ પોલીસે બાળકીના વાલીવારસોની શોધખોળ શરુ કરી હતી. બીજી તરફ બાળકીને હિંમતનગર સીવીલ હોસ્પીટલમાં તપાસ કરવા માટે મોકલી આપવામાં આવી હતી.
બી ડિવિઝન પોલીસે વાલી વારસો માટે ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સ અને સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરુ કરતા દરમિયાન હિંમતનગરના બસ સ્ટેન્ડ આગળથી બાળકીના પિતા વિનોદ નાયક તથા મનીષા નાયક મળી આવ્યા હતા. ગુમ થયેલી દોઢ વર્ષની બાળકી અનીતા નાયકને પોલીસે તેમના માતાપિતાને સોપીને મિલન કરાવ્યું હતું.