રાજકોટ2 મિનિટ પહેલા
- કૉપી લિંક
જાવરીમલ બિશ્નોઇ
રાજકોટમાં ફોરેન ટ્રેડના જોઇન્ટ ડિરેકટર જાવરીમલ બિશ્નોઇએ લાંચ લીધાના બીજા દિવસે સવારે ગત શનિવારે તેમની કચેરીમાં ચોથા માળેથી જ પડતું મુકીને કરેલા આપઘાતના બનાવમાં પ્રદ્યુમનનગર પોલીસ દ્રારા નોંધાયેલી ઘટના સંદર્ભે આજે ACP કક્ષાના અધિકારી દ્રારા CBIના અધિકારી અને તેમની સાથે રહેલા સ્ટાફની પુછતાછ કરવામાં આવી હતી. જયારે મૃતકના પરિવારજનો વતન રાજસ્થાન હોવાથી પરત આવ્યા બાદ તેઓની પણ આ અંગે પોલીસ તપાસ કરવામાં આવશે.
પાંચ લાખની લાંચ સ્વીકારી
જિલ્લા પંચાયત ચોક નજીક ACP કચેરી સામે આવેલા જસાણી બિલ્ડીંગમાં ચોથા માળે આવેલી ડી.જી.એફ.ટી.ની ઓફિસમાં જ ગત શુક્રવારે તા.24 ના રોજ ફૂડ કેનના એકસપોર્ટર પાસેથી પાંચ લાખની લાંચનો પ્રથમ હિસ્સો સ્વીકારતા બિશ્નોઇને સીબીઆઇએ પકડી પાડયા હતાં. રાત આખી બિશ્નોઇને કચેરી પર જ રખાયા હતાં. જેમાં CBIની ટીમ દ્રારા પુછતાછ કરાઇ હતી અને સ્ટેટમેન્ટ લેવાયા હતાં. બીજી તરફ એક ટીમે બિશ્નોઇના રૈયા રોડ પર આવેલા સોપાન લકઝરીયસ ફલેટ પર સર્ચ કરતા ભારે હોહા થઇ અને એકાદ કરોડથી વધુની રોકડ, સોનાની ખરીદી અન્ય બેન્કિંગ સાથે કરોડોના વ્યવહારો મળ્યા હતાં.
બીકાનેર જવા નીકળી ગયા
બીજા વિસે શનિવારે સવારે બિશ્નોઇ CBIઇના અધિકારીઓની નજર ચૂકવી ઓફિસમાં ચોથા માળે બારીમાંથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ ઘટના પગલે મૃતકના પરિવારજનો દ્રારા CBIના અધિકારીઓ સામે એક તબક્કે હત્યા કરાયા સુધીના આક્ષેપો કર્યા હતાં. મૃતદેહ સ્વીકારવાની ના કહી અને બાદમાં પોલીસ સમજાવટ થતા જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપાશેની વાત સાથે મૃતદેહ સ્વીકારીને તમામ અંતિમ વિધિ માટે વતન રાજસ્થાન બીકાનેર જવા નીકળી ગયા હતાં.
બિશ્નોઇએ લાંચ માગ્યાની ફરિયાદ મળી
જયુડિશિયલ ઇન્કવાયરી સાથે ઘટનામાં તપાસ એસીપી ભાર્ગવ પંડયા દ્વારા હાથ ધરાઇ છે. આજે પ્રધુમનનગર પોલીસ મથક ખાતે CBIના ઓકિસરની પૂછતાછ કરી સ્ટેટમેન્ટ લેવાયા છે. CBIના અધિકારીઓની ટીમ દ્રારા જે રીતે એક્ષપોર્ટર તરફથી અધિકારી બિશ્નોઇએ લાંચ માગ્યાની ફરિયાદ મળી તે આધારે ટ્રેપ ગોઠવી અને લીગલ કાર્યવાહી કરાઇ હતી. નિયમ મુજબ અધિકારના ઘરનું સર્ચ કરાયું હતું.
નજર ચૂકવીને આપઘાત કર્યો
રહેણાક ફલેટ પરથી મળેલી રોકડ રકમ, અન્ય સાહિત્ય સામગ્રી બાબતે વિગતો CBIની ટીમ દ્રારા વર્ણવાઇ હતી. ઓફિસમાં તપાસ દરમિયાન બિશ્નોઇએ નજર ચૂકવીને ઝંપલાવ્યાનું પણ જણાવ્યું હતું. જો કે હાલના તબકકે CBIના અધિકારીઓ ટીમની તપાસમાં કાંઇ નીકળતું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રાજકોટ પરત ફરશે
ઉલ્લેખનીય છે કે મૃતક અધિકારીના પત્ની, સંતાનો પરિવારજનો હજી વતન રાજસ્થાનમાં છે. ત્યાં વિધી પૂર્ણ થયા બાદ રાજકોટ પરત ફરશે. ત્યારબાદ તેઓના વિશેષ નિવેદન સાથે પૂછતાછ પણ કરવામાં આવશે.