સુરત29 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ થતા યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું
રાહુલ ગાંધીને માનહાની કેસમાં દોષિત ઠેરવ્યા બાદ કોંગ્રેસની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. માનહાનિ કેસ બાદ રાહુલ ગાંધીનો સભ્ય પદ પણ રદ થઈ જશે તેવી કલ્પના પણ કોંગ્રેસને ન હતી. પરંતુ કોર્ટના હુકમ બાદ રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનો સભ્યપદ રદ થઈ જતા વિરોધ શરૂ થયો છે.
વડાપ્રધાન મોદીના પૂતળાનું દહન
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે મોદી અટકને લઈને કરેલા નિવેદન બાદ માનહાનિનો કેસ ચાલી રહ્યો હતો. જે કેસમાં સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. સજા બાદ હવે રાહુલ ગાંધીના સાંસદ તરીકેનું સભ્યપદ પણ રદ થયું છે. જેને કારણે કોંગ્રેસ આ નિર્ણયને વખોડી રહી છે. જેને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળાનું દહન કરીને યુથ કોંગ્રેસ વ્યક્ત કર્યો.
પોલીસને ચકમો આપીને પૂતળા દહન કર્યું
યુથ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરવા માટેનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ માટે મીડિયાને મેસેજ આપવામાં આવ્યા હતા. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, એમટીબી કોલેજ અઠવાલાઇન્સ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેથી વિરોધ પ્રદર્શન થાય તે પહેલા જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમનું સ્થળ બદલી દેવામાં આવ્યું હતું અને વિવેકાનંદ સર્કલ મકાઈ પુલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળાનું દહન કર્યું હતું.
રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનુ પ્રયાસ
યુથ કોંગ્રેસના સાહેબ પ્રમુખ મેહુલ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટ સરકાર દ્વારા રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરત કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી અને ત્યારબાદ જે પ્રકારે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનો સભ્ય પદ અરદ કરવામાં આવ્યું છે. તેને ક્યારેય સાંખી લેવાય નહીં. આવી તાનાશાહી સરકાર સામે યુથ કોંગ્રેસ અવાજ ઉઠાવશે. નિયત કરેલા સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત હોવાથી મકાઈ પુલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળાનું દહન કરીને અમે વિરોધ નોંધાયો છે.