સુરત15 મિનિટ પહેલા
સુરતમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.
હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ જ સુરતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ સુરત વાદળાઓથી ઘેરાયેલું હતું અને બફારો થતો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે વરસાદ આવે તેવી શક્યતા વર્તાઈ રહી હતી અને આખરે બપોર થતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો.
વાતાવરણમાં ઠંડક પ્રસરી
છેલ્લા એક સપ્તાહથી સુરતના વાતાવરણમાં અસહ્ય ઉકળાટ સુરતીઓ અનુભવી રહ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી હતી કે વાતાવરણમાં પલટો આવી શકે છે અને માવઠું પણ દક્ષિણ ગુજરાતની અંદર આવી શકે છે જે પ્રમાણેની આગાહી હતી તે મુજબ જ સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરના સમયે માવઠું આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો.

સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો.
ખેડૂતોની ચિંતામાં વધારો
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ એકાએક વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સુરત શહેર સહિત જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાની થવાની પણ શક્યતા વર્તાઈ રહી છે. જો આ રીતે બે ત્રણ દિવસ સતત વરસાદ આવે તો ખેડૂતોને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.