Wednesday, March 8, 2023

વડોદરામાં એરફોર્સના હવાલદાર સાર્જન્ટે ઓલા બાઇક બુક કરાવી, ડ્રાઇવરે વધુ ભાડું માંગી રસ્તામાં ઉભા રાખીને માર માર્યો | Airforce sergeant in charge booked Ola bike in Vadodara, driver beat him while standing on road demanding more fare | Times Of Ahmedabad

વડોદરા2 કલાક પહેલા

  • કૉપી લિંક
હુમલો કરનારા બંને શખ્સોની ધરપકડ. - Divya Bhaskar

હુમલો કરનારા બંને શખ્સોની ધરપકડ.

વડોદરા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા હવાલદાર સાર્જન્ટને ઓલા બાઇક બુક કરાવી હતી અને રાઇડ દરમિયાન બોલાચાલી થતાં ઓલા બાઇકના ડ્રાઇવરે તેના એક સાથીદારને પણ બોલાવી લઇ જવાન પર હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

80 રુપિયામાં બુક કરેલી રાઇડના 100 રૂપિયા માંગ્યા
વડોદરા એરફોર્સ સ્ટેશનના ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં હવાલદાર સાર્જન્ટ તરીકે ચંદનસિંહ અરુણભાઇ સિંગ છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવે છે અને ગોરવાના પંચવટી કેનાલ રોડ સ્થિત દર્શનમ ક્લબ લાઇફમાં રહે છે. ચંદનસિંહે ગત સોમવારે વહેલી સવારે 4 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી ગોરવા જવાનું હોવાથી ઓલા બાઇક બુક કરાવી હતી. જેમાં વડોદરા રેલવે સ્ટેશનથી ગોરવા સુધીનું 80 રૂપિયા ભાડું જણાવ્યું હતું. જ્યાર બાદ બાઇકવાળાએ ચંદનસિંહને ફોન કર્યો કે, તમે ઓલા બાઇક એપ્લિકેશનથી રાઇડ કેન્સલ કરી દો, હું તમને 100 રૂપિયામાં તમારા ઘરે મુકી જઇશ. જેથી ચંદનસિંહે કહ્યું કે, મેં 80 રુપિયામાં રાઇડ બુક કરાવી છે તો 100 રૂપિયા કેમ આપુ? અને હું શા માટે રાઇડ કેન્સલ કરું? આ સાંભળી ઓલા બાઇકના ચાલક જયદિપે ચંદનસિંહને અપશબ્દો કહ્યા હતા અને બંને વચ્ચે સામાન્ય બોલચાલ બાદ ફોન મુકી દીધો હતો.

બાઇક રસ્તામાં ઉભુ રાખી દીધું
જેની થોડીવાર બાદ ચંદનસિંહ પર ઓલા બાઇક ડ્રાયવર જયદિપનો ફોન આવ્યો હતો અને કહ્યું કે બધુ ભૂલી જાવ હું તમને તમારા ઘરે મુકી જાઉ છું. તમે પીકઅપ સ્ટેન્ડ પર આવી જાવ. જેથી એરફોર્સના હવાલદાર સાર્જન્ટ ચંદનસિંહ વડોદરા રેલવે સ્ટેશનના ગેટ આગળ ઉભા રહ્યા હતા અને ત્યાંથી ઓલા બાઇકના ડ્રાયવર જયદીપે તેમને બાઇક પાછળ બેસાડ્યા હતા. જોકે, થોડે આગળ જતાં જગદીશ ફરસાણની સામે જયદીપે બાઇક ઉભું રાખી દીધું હતું અને ત્યાં દિપક નામનો યુવક બાઇક લઇને આવ્યો હતો.

સાગરીતને બોલાવી માર માર્યો
જયદીપે દિપકને કહ્યું હતું કે, તું બાઇક સાઇડમાં મુકી દે આપણે આને (ચંદનસિંહ)ને મારવાનો છે. તેમ કહી ચંદનસિંહને બાઇક પરથી ઉતારી જયદીપ તેમને કહ્યું હતું કે, મારા કહેવા પ્રમાણે ઓલા એપ્લિકેશન કેમ કેન્સલ ન કરી અને કેમ મારી સાથે બોલાચાલી કરી. તેમજ જયદીપ અને દીપકે ચંદનસિંહના મોઢા પર મુક્કા માર્યા હતા તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી ચંદનસિંહે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા અને તેમનો વધુ માર મારતા બચાવ્યા હતા. હુમલાથી ગભરાઈ ગયેલા ચંદનસિંહ ત્યારે રિક્ષા ભાડે કરી ઘરે જતાં રહ્યા હતા અને બીજા દિવસે આ ઘટના અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બંને આરોપીઓની ધરપકડ
સયાજીગંજ પોલીસે આ મામલે હુમલો કરનાર ઓલા બાઇક ચાલક જયદીપસિંહ પ્રદીપસિંહ રાઉલજી (રહે. દિયા સ્ટાઇલ હોમ, કોયલી રોડ, ઉંડેરા, વડોદરા) અને દીપક જીતેન્દ્રભાઇ શાહ (રહે. ઓમકાર ગ્રીન્સ, રજપૂત ભવન પાસે, માણેજા, મકરપુરા, વડોદાર)ની ધરપકડ કરી છે. તેમજ બંનેના બાઇક અને મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…