વિસનગર34 મિનિટ પહેલા
- કૉપી લિંક
વિસનગરમાં આવેલા ગેલેક્સી વિલામાં નૂતન હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 52 દર્દીઓએ લાભ લીધો હતો. જેમને હોમિયોપેથીક દવા પણ નિ:શુલ્ક આપવામાં આવી હતી. આ કેમ્પમાં 11 દર્દીઓને નિ:શુલ્ક ડાયાબિટીસ સુગર ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. આમ સરસ રીતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીમડાના મોંરનુ સેવન એ લાભદાયક માનવામાં આવે છે. જેથી ઉનાળાની શરૂઆતમાં લીમડાના મોંરનું સેવન કરે છે. જે આરોગ્ય માટે ફાયદાકારક છે, જેથી વિસનગરના દીપરા દરવાજા ઢાળમાં આવેલા વર્ષોથી લોકોના સારા સ્વાસ્થ્ય માટે લોકોમાં લીમડાના મોરના સરબતનું વિતરણ કરવામાં આવે છે. જેમાં કોરોનાના કારણે બે વર્ષથી બંધ હતો. તે ફરીથી ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં પોપટલાલ મહારાજના પ્રભારી તેમજ સેવકોના સહકારથી તારીખ 22/03/2022થી 30/03/2023 સુધી સવારે 6થી 8 કલાક સુધી મંદિરના આગળ લીમડાના મોંરનું વિતરણ કરવામાં આવશે. તો વિસનગરની જાહેર જનતાને આ આરોગ્યલક્ષી લીમડાના મોંરનો લાભ લેવા માટે જણાવવામાં આવ્યું છે.
વિસનગરના ગંજીના ઢાળ પર એક ગાયના વાછરડાને અકસ્માત થતાં ઇજાગ્રસ્ત થયું હતું. જે અંગેની જાણ સાઈ જીવદયા ગ્રુપને થતા સાઈ જીવદયા ગ્રુપના સેવકો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને સારવાર કરી હતી. જેમાં વાછરડાને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. તે ચાલી શકે તેવી હાલતમાં પણ ન હતું જેથી સાઈ જીવદયા ગ્રુપના સેવકોએ તેની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર અર્થે પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યું હતું. આમ સાઈ જીવદયા ગ્રુપના સેવકો દ્વારા સરસ કામગીરી કરવામાં આવી હતી.