ભચાઉ પોલીસે દારૂ કેસમાં ઝડપેલા એક આરોપીને માર માર્યો હોવાનો આક્ષેપ, એસપી સમક્ષ અરજી કરી કાર્યવાહીની માગ કરી | Allegedly that Bhachau police beat up an accused arrested in a liquor case, filed an application before the SP and demanded action. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Allegedly That Bhachau Police Beat Up An Accused Arrested In A Liquor Case, Filed An Application Before The SP And Demanded Action.

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના મનફરા ગામમાં દારૂ વેચાણના એક કેસમાં એક શખ્સની ધરપકડ કરાયા બાદ પોલીસે કસ્ટડી દરમિયાન માર માર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ મામલે એસપી સમક્ષ રજૂઆત કરી જવાબદાર પોલીસ અધિકારી સામે પગલાં લેવાની માગ કરવામાં આવી છે.

ભચાઉના મનફરા ગામમાં રહેતા મનજી કરશન કોલીની દારૂ વેચાણના એક કેસમાં ભચાઉ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ રિમાન્ડ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભચાઉ પીઆઈ દ્વારા મનજી કોલીને માર મારી કોર્ટમાં ફરિયાદ ન કરવા ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મનજી કોલીના માતા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, પોતાના પુત્રની 20મી તારીખે અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પીઆઈ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. જ્યારે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે પોતાના પુત્રએ કોર્ટ સમક્ષ પોતાને માર માર્યો હોવાની રજૂઆ કરતા ન્યાયધીશ દ્વારા મેડીકલ માટે આદેશ અપાયો હતો. ત્યારબાદ રિમાન્ડ પૂર્ણ થયા બાદ પધ્ધર પોલીસને અન્ય કેસમાં આરોપીની સોંપણી કરવામાં આવી હતી. આ પહેલા પણ પીઆઈ દ્વારા માર મારી કોર્ટમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…