Tuesday, March 7, 2023

મકાન ગીરો મૂકીને લોન લીધેલી હોવા છતા વેચાણ દસ્તાવેજ કરી નાખ્યો, ખરીદનારના ધ્યાન પર આવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો | Although the house was mortgaged, the sale document was executed, the matter came to the attention of the buyer and reached the police station. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Although The House Was Mortgaged, The Sale Document Was Executed, The Matter Came To The Attention Of The Buyer And Reached The Police Station.

જામનગર10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે ભેજાબાજો દ્વારા છેતરપિંડીનો નવતર કીમીયો અજમાવવામાં આવ્યો છે અને એક મકાન પર રૂપિયા 55 લાખનું ધિરાણ મેળવી લીધા પછી તે બેન્ક લોનની વિગત છુપાવીને મકાનના બીજા દસ્તાવેજ બનાવી નાખી છેતરપિંડી આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં રાજ રાજેશ્વરી સોસાયટીમાં રહેતા નિલેશ માધવજી પરમાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા ભાવેશ રામજીભાઈ સચદેવ બંને એક મકાન ખરીદ કર્યું હતું, તે નિલેષભાઈના નામનું મકાન જામનગરમાં ખરીદ કર્યા પછી તેના મિત્ર ભાવેશ સચદેવ દ્વારા તે મકાન ના દસ્તાવેજો મોર્ગેજ લોન તરીકે ગીરવે મૂકીને તેના પર બેન્ક ઓફ બરોડા માંથી 55.10 લાખ નું ધિરાણ મેળવી લેવાયું હતું.

આ લોનની ભરપાઈ કરવાની બાકી છે, તેમ છતાં આ મકાનની દસ્તાવેજ બેંક લોનનો ઉલ્લેખ કર્યા વગર નિલેશભાઈએ ફરીથી ભાવેશભાઈને કરી આપ્યો હતો. ત્યારબાદ આઠ દિવસમાં જ ભાવેશ સચદેવ દ્વારા આ મકાનના દસ્તાવેજ જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં રહેતા ભગવતસિંહ જાડેજાને વેચી નાખ્યું હતું.આ કારસ્તાન સામે આવી ગયા પછી મકાન ખરીદનાર ભગવતસિંહ જાડેજા દ્વારા બંને આરોપીઓ ભાવેશ રામજી સચદેવ નિલેષ પરમાર સામે સિટી સી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 120 (બી),406,420 અને 423 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરવામાં આવી

અન્ય સમાચારો પણ છે…