બનાસકાંઠા (પાલનપુર)37 મિનિટ પહેલા
- કૉપી લિંક

સરકારી વિનયન કૉલેજ વાવ ખાતે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડ આચર્ય, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, લીલીયા મુખ્ય મહેમાન તરીકે દિપક ચક્રવર્તી જનરલ મેનેજર, પ્રવાસન વિભાગ. નડાબેટ અને અતિથિ વિશેષ તરીકે ડૉ. રાજેશ કોઠારી અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગઢડા ઉપસ્થિત રહ્યા હતા વાવ કોલેજના આચાર્ય ડૉ. હર્ષદ પરમાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરીને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓને વિદાય-શુભેચ્છાઓ પાઠવી હતી. કૉલેજના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, વિદાય ગીત,નાટક વગેરેની સાથે કૉલેજ જીવનના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં તેજસ્વી તેમજ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સમારંભના અતિથિ વિશેષ ડૉ.રાજેશ કોઠારીએ વિદ્યાર્થીઓની સિધ્દિધઓને બિરદાવીને શુભેચ્છાઓ આપી હતી.મુખ્ય મહેમાન તરીકે દીપક ચક્રવર્તીજીએ વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલપમેન્ટ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ અંગે વાત કરીને પોતાની કંપની વિધ્યાર્થીઓને આવી તાલીમ નું:શુલ્ક આપવાની જાહેરાત કરી હતી અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા પ્રેરક પ્રવચન અને આશિર્વચન આપીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જોકે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ કૉલેજના શૈક્ષણિક તેમજ વહીવટી સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

