Wednesday, March 22, 2023

મહેસાણામાં બ્લેક સ્પોટ ગણાતા માનવ આશ્રમ સર્કલ પાસે ચાર મીડિયન પર છોડ અને સેફ્ટી ગ્રીલ દૂર કરી બ્લોક નખાશે | Near Manav Ashram circle which is considered a black spot in Mehsana, plants and safety grills will be removed on four medians and a block will be laid. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Near Manav Ashram Circle Which Is Considered A Black Spot In Mehsana, Plants And Safety Grills Will Be Removed On Four Medians And A Block Will Be Laid.

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં માર્ગ સલામતી માટે તંત્ર દ્વારા કવાયત કરવામાં આવેલી છે. ત્યારે તાજેતરમાં મળેલ રોડ સેફ્ટી કાઉન્સિલિંગની બેઠકમાં બ્લેક સ્પોટ તરીકે જાહેર કરેલા મહેસાણાના માનવ આશ્રમ સર્કલ પાસેના મીડિયન એટલે કે ત્રિકોણ પર લાગેલા છોડવા અને સેફટી ગ્રીલના કારણે વાહન ચાલકોની વિજીબિલિટી ખોરવતી હોવાને લઈ અકસ્માત રોકવા મીડિયનના સ્ટ્રક્ચરમાં પરિવર્તન કરવાનો નિર્ણય લેવાય છે.

મહેસાણા શહેરમાં આવેલા માનવ આશ્રમ સર્કલ પાસે અનેકગણા દબાણો અને વાહન પાર્કિંગના નિયમના અભાવે અનેકવાર નાના-મોટા અકસ્માત સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે.તેવામાં તંત્ર દ્વારા આ સર્કલને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરેલ છે. અહીં બનતા અકસ્માત રોકવા માટે તાજેતરમાં મળેલી રોડ સેફ્ટી કાઉન્સિલરની બેઠકમાં માનવ આશ્રમ સર્કલ ઉપર મીડિયન પર લાગેલા ઘાસ અને છોડવાને કારણે સામસામેથી અરસપરસ પસાર થતા વાહન ચાલકોની વિઝિબિલિટી ખોરવાતા અકસ્માત થતા હોવાનું તારણ કાઢી નગરપાલિકાના પ્રતિનિધિને સર્કલ પાસેના તમામ ચાર મીડિયન પર લાગેલ સેફટી ગ્રીલ અને ઘાસ છોડવા દૂર કરવા.જણાવવામાં આવતા સ્ટેટ હાઇવે ઓથોરિટીના સર્કલ પર મહેસાણા પાલિકા દ્વારા કરાયેલ બ્યુટીફિકેશન દૂર કરી ત્યાં બ્લોક નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: