APMCના પૂર્વ સાત સભ્યોને કોર્ટે દોશિત જાહેર કર્યા; શું આદેશ આપ્યો જાણો અહીં વિગતે | Former seven members of APMC found guilty by court; Find out what was ordered in detail here | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા APMCના પૂર્વ 7 સભ્યોને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જેમાં વર્ષ 2000માં અછત દરમિયાન રૂ. 65 લાખના ઘાસની ખરીદીમાં નાણાંકીય ઉચાપતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગોધરા કોર્ટે ઘાસચારા કૌભાંડ મામલે માજી ધારાસભ્ય સહિત એ વખતના સાત સભ્યોને 22.88 લાખ 6 ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2000થી 2003 દરમિયાન માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પટેલ, હાલના કિસાન મોરચાના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ તેમજ ઉપેન્દ્રસિંહ રાઉલજી સહિતના સભ્યો દ્વારા 65 લાખના ઘાસચારાની ખરીદી એપીએમસીના નાણાંમાંથી કરી હોવાનું દર્શાવ્યું હતું.

સમગ્ર મામલે તે વખતે ભાજપના કાર્યકરે સરકારમાં તપાસ માટે રજૂઆત કરતા તપાસમાં ઘાસચારાની ઓછી ખરીદી કરી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. ગોધરા કોર્ટમાં સમગ્ર મામલે કેસ ચાલી જતા 13 વર્ષ બાદ કોર્ટે તે વખતના સાત ડિરેક્ટરોની વ્યક્તિગત જવાબદારી નક્કી કરીને 1 સભ્યને રૂ. 3.26 લાખ 6 ટકાના વ્યાજ સાથે જમા કરાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આગામી માસમાં ગોધરા APMCની ચૂંટણી છે, ચૂંટણી સમયે જ ઘાસચારા કૌભાંડ મામલે ચુકાદો આવતા રાજકીય માહોલ ગરમાયો હતો.

ગોધરા એપીએમસીની ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે. તેમ તેમ જુના વિવાદો બહાર આવતાં ચૂંટણી રસાકસી ભરી થશે તેમ લાગી રહ્યું છે. ત્યારે વર્ષ 2000ની ગોધરા એપીએમસીની બોર્ડી દ્વારા ઘાસચારાાનું કૌભાંડ કરતાં કોર્ટે વ્યક્તિગત જવાબદારી નક્કી કરીને જે તે વખતના 7 સભ્યોને 3.26 લાખ રૂપિયા 6 ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરતાં એપીએમસી ચૂંટણીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ગોધરા એપીએમસીમાં વર્ષ 2000માં કોગ્રેસની બોર્ડી હતી. જે તે વખતે સરકારે અછત જાહેર કરીને ગોધરા એપીએમસીને સ્વભંડોળમાંથી ઘાસ ખરીદી કરવાનો પરીપત્ર કર્યો હતો. તે વખતે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પટેલ, ખુમાનસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ રાઉલજી સહિતની બોર્ડી દ્વારા 65 લાખના ઘાસચારાની ખરીદી એપીએમસીના નાણાંમાંથી કરી હોવાનું બતાવ્યું હતું. તે વખતે એપીએમસીએ ઘાસચારાની ખરીદી ઓછી કરી નાણાંકીય કૌભાંડ કર્યું હોવાની ભાજપના કાર્યકર દ્વારા સરકારમાં રજૂઆત કરીને યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું. સરકારે તપાસ કરતાં ઘાસચારાની ખરીદીમાં એપીએમસીના નાણાંકીય ઉચાપત કરી કૌભાંડ આચર્યું હોવાનું પુરવાર થયું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم