નગરપાલિકાએ સ્ટેટ લાઈટનું બિલ ના ભરતા ફરી એક વખત ખંભાતની પ્રજાને અંધારામાં રહેવાનો વારો આવ્યો | As the municipality did not pay the state light bill, it was once again the turn of the people of Khambhat to live in the dark. | Times Of Ahmedabad

ખંભાત27 મિનિટ પહેલા

આણંદ જિલ્લામાં વધુ એક વખત નગર પાલિકાએ દેવાળું ફૂંક્યું છે. બાકી વીજ બિલ નહીં ભરતા સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ કપાયું છે. મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ જોડાણ કાપી નાખતા ખંભાતમાં અંધારપટ છવાયું છે.

આણંદ જિલ્લામાં વધુ એક વખત નગર પાલિકાએ દેવાળું ફૂંક્યું છે. બાકી વીજ બિલ નહીં ભરતા સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ કપાયું છે. મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ જોડાણ કાપી નાખતા અંધારપટ છવાયું છે. ખંભાત પાલિકાનું 5.11 કરોડ વીજ બિલ બાકી છે. જોકે MGVCL દ્વારા વીજ બિલ ભરપાઈ કરવા અનેક નોટિસો ફટકારી હતી. તેમ છતા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. સ્ટ્રીટ લાઈટનું જોડાણ કપાતા અંધારપટ છવાયો છે. પાલિકાના પાપે શહેરમાં અંધારપટ છવાયો છે. પાલિકા પ્રમુખ સહિત લાઈટ ખાતાના ચેરમેનના વિસ્તારમાં લાઇટો છે જ્યારે અન્ય વિસ્તારની પ્રજા અંધારામાં છે.

અન્ય સમાચારો પણ છે…