ભાવનગરએક કલાક પહેલા
ભાવનગરમાં ધૂળેટી પર્વની ઠેરઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, શહેરભરમાં લોકો મન ભરી ઉલ્લાસભેર એકબીજાના રંગમાં રંગાયા હતા. લોકો પોતાના ઘરે, જાહેર રોડ પર, હોસ્ટેલ સ્થળોએ બાળકો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ સહિતના ભાવનગરવાસીઓએ ધુળેટીની ઉજવણી ડી.જેના તાલે ઝૂમી, એકબીજાને રંગો લગાડી ઉજવણી કરવામાં આવી હતી.

યુવાનોએ ઉલ્લાસભેર ઉજવણી કરી
આજરોજ શહેરના રૂપાણી સર્કલ ખાતે ધુળેટી પર્વની યુવાનઘનએ ખુબજ ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી, અને યુવાનોએ એકબીજા મિત્રોને ગુલાલ રંગો લગાડી ઉજવણી કરવામાં આવી હતી. રૂપાણી સર્કલ ખાતે ધુળેટીની ઉજવણી કરવા યુવાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોત પોતાના સર્કલ મિત્રો, પરિવારો સાથે એકબીજાને રંગોથી પર્વની ઉજવણી ઉલ્લાસ ભેર કરવામાં આવી હતી.

ડીજેના તાલે વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠયા
શહેરના સર્કિટ હાઉસ પાસે આવેલી હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓ ડીજે સાથે મન મૂકીને ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી કરી છે અને એકબીજાને રંગ લગાવી ડીજેના તાલ સાથે ઝુમી ઉઠયા હતા. જ્યારે વાત કરીએ તો શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ, આતાભાઈ ચોક, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ, પાણી ટાંકી, કળિયાબીડ, હિમાલીયા મોલ તથા જેવલર્સ સર્કલ સહિતની જગ્યાએ લોકોએ ગ્રુપ તથા પરિવારો સાથે જાહેરમાં ધુળેટીની એકબીજાને રંગો લગાડી ભવ્ય ઉજવણી કરી હતી.

મીઠાઈની દુકાનો પર ભીડ જોવા મળી
વડીલો, યુવાનો અને બાળકોથી મોટેરા સોવ કોઈ રંગે ચંગે ડીજેના તાલ સાથે ડાન્સ કરતા કરતા એકબીજાને રંગોથી રંગીને લગાડી ધુળેટીની ઉજવણી કરી હતી, જ્યારે બીજી તરફ અને પાર્ટી પ્લોટમાં ધુળેટીના આયોજન કરવામાં આવ્યાં છે અને લોકો મોજ મસ્તી સાથે ધુળેટીનો ઉત્સવ મનાવી રહ્યા છે. ધુળેટીના પર્વને લઈ રંગો ઉપરાંત ઉંધીયુ, શીખંડ, મઠો, ખમણ, સહિતની ફરસાણ તથા મીઠાઈની દુકાનો પર સારી એવી ખપત રહી હતી.

















