પંચમહાલ (ગોધરા)36 મિનિટ પહેલા
ગોધરા શહેરના મધ્યસ્થમાં લાલબાગ બસ સ્ટેન્ડ આવેલું જ્યાં રોજબરોજ હજારોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા છે અને બસ સ્ટેન્ડમાં અસુવિધાઓથી મુસાફરો ભોગ બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બસ સ્ટેન્ડમાં લગાવેલા પંખા બંધ અવસ્થામાં હોવાના કારણે મુસાફરોને આંકરા તાપમાં અને અસહ્ય ગરમી વચ્ચે પરસેવે રેબઝેબ જોવા મળી રહ્યા છે. ગોધરા શહેરના લાલબાગ વિસ્તારમાં આવેલા એસટી બસ સ્ટેન્ડમાં હજારોની સંખ્યામાં મુસાફરો અવર જવર કરતા હોય છે. ત્યારે હાલ લગ્નસરાની મોસમ પર પૂરજોશમાં ચાલી રહી છે બીજી બાજુ પોતાના વતનમાં હોળી ધુળેટી માટે આવેલા શ્રમિક વર્ગ પોતાના કામ ધંધા માટે ફરી રહ્યા છે. ત્યારે ખરા ઉનાળામાં બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાક સમયથી પંખાઓ બંધ અવસ્થામાં લીધે મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે.
ગોધરા શહેરમાં સૌથી મોટું લાલબાગ બસ સ્ટેન્ડ આવેલું છે. જ્યાં રોજના અસંખ્ય મુસાફરો મુસાફરી કરતા હોય છે. ત્યારે ખાસ કરીને ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આવા આંકરા તાપમાં આજથી બે દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદના લીધે ગોધરામાં બફારા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સાથે આકરી ગરમીએ પણ પોતાનો રોદ્ર રૂપ ધારણ કર્યું છે. ત્યારે શહેરમાં આવેલ લાલબાગ બસ સ્ટેન્ડમાં લગાડવામાં આવેલા પંખા બંધ હાલતમાં છે. જેને લીધે અવરજવર કરતા મુસાફરોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. મુસાફરો આટલું બધું ભાડું ચૂકવતા હોય ત્યારે તેમને બેસવા માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે માટે લોક માગ ઉઠવા પામી છે.