મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ ખાતે ઉપરની મહિલાઓ માટે સ્પર્ધાનું આયોજન, દોડ, ગોળાફેંક, બરછીફેંક વગેરે રમતો યોજાઈ | At Sarvodaya High School, Modasa, a competition was organized for upper women, running, shot put, javelin etc. | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)4 કલાક પહેલા

કોઈપણ યુવક યુવતીઓ હોય પોતાની મનપસંદ રમતોમાં ભાગ લઈ શકે એ સ્વાભાવિક છે, પણ 60 વર્ષ વટાવ્યા પછી પણ એક યુવાનોને શરમાવે એવી રમતોમાં ભાગ લઈને પોતાનું કૌતુક બતાવે ત્યારે યુવાનોએ સિનિયર સિટીઝન્સ પાસેથી શીખ લેવી જોઈએ. ત્યારે અરવલ્લીમાં ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી દ્વારાસિનિયર સિટીઝન્સનો રમતોત્સવ યોજાયો હતો.

60 વર્ષથી ઉપરના લોકો માટે સ્પર્ધા યોજાઈ
ગુજરાત સરકાર આઝાદીકા અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. ત્યારે મહિલા દિવસ પખાવાળિયું સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધેકારીની કચેરી દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લાની સિનિયર સિટિઝન 60 વર્ષથી ઉપરની મહિલાઓ માટે જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરાવામાં આવ્યું હતું. જિલ્લાની 60 વર્ષ ઉપરની માહિલાઓએ દોડ લગાવી હતી. ઉપરોક્ત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થનાર મહિલાને હવે ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે, રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ , G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અરવલ્લી દ્વારા જિલ્લા કક્ષા સિનિયર સીટીઝન 60 બહેનોની વર્ષથી ઉપર 1 એથ્લેટીક્સ 2 યોગાસન 3 ચેસ 4 રસ્સાખેંચ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે.

આ સ્પર્ધામાં 70 જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારે આ સ્પર્ધામાં વિજય થનારને 1 થી 3 નંબર પણ આપ્યા છે. જે વિજેતાઓને મેડલ, પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું..

અન્ય સમાચારો પણ છે…