Saturday, March 25, 2023

દાહોદ જિલ્લામાં ટીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હેલ્નેથ સ્ટાફને એવોર્ડ એનાયત કરાયા | Awards were given to the health staff who have done outstanding work in the field of TB in Dahod district | Times Of Ahmedabad

API Publisher

દાહોદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત દાહોદમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે હેલ્થ સ્ટાફનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

તમામ કર્મચારીઓને આવરી લેવાયા
જેમાં જીલ્લામા 2022માં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મેડિકલ ઑફિસર, કોમ્યુનિટી હેલ્થ ઑફિસર, લેબોરેટરી ટેકનીશ્યન, ફાર્માશિષ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ટ્રીટમેન્ટ સપોર્ટર, ટીબીમાંથી સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર, સીનીયર લેબોરેટરી સુપરવાઈઝર , ટીબી હેલ્થ વિઝીટર, જેવી કેડરને ટ્રોફી અને સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતા.

અધિકારીઓ, પદાધિકારીઓ હાજર રહ્યા
વર્લ્ડ ટીબી ડે 24 માર્ચની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જીલ્લા વિકાસ અધિકારી, પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ઉર્મિલાદીદી, મુખ્ય જીલ્લા તબીબી અધિકારી ડૉ નરેન્દ્ર હાડા, એપેડેમિક મેડિકલ ઑફિસર ડૉ નયન જોષી, જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર. ડી.પહાડીયા, જીલ્લા ક્ષય કેન્દ્રના મેડિકલ ઑફિસર ડૉ એ. આર ચૌહાણ અને ડૉ વનરાજ હાડા સહિતના મુખ્ય મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.

ટીબી નિર્મૂલનમાં ઉત્કૃષ્ટ કામગીરી : ડીડીઓ
આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ કે ટીબીમાં ખૂબજ સારી કામગીરી કરવામાં આવે છે. સગર્ભા બહેન, નાના બાળકો મોટી ઉંમરના વ્યક્તિઓમાં કુપોષણના અભાવના કારણે પણ ટીબી થઈ જાય છે, કર્મચારીઓ દ્વારા પણ ખૂબજ સુંદર કામગીરી કરવામાં આવે છે. પ્રાઇવેટ ડૉકટરોનો પણ ખુબ જ સારો સાથ સહકાર મળી રહે છે અને પ્રધામંત્રીના ટીબી મુકત ભારતને સફળ બનાવવાં નિક્ષય મિત્ર બનીને દર્દીઓને મદદ કરવા પણ જણાવ્યું હતું.જીલ્લા પંચાયત પ્રમુખ શીતલ બેન વાઘેલા દ્વારા પણ ટીબી દિવસ પર કર્મચારીઓ ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જીલ્લામાં ટીબીના કેસ ઝડપી શોધી સારવાર પર મુકી અને સરકારની યોજનાનો લાભ આપવા તેમણે જણાવ્યુ હતું.

ટીબીના દર્દીઓને કરોડો રુપિયા ચુકવાયા
​​​​​​​
દાહોદ જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 417 નિક્ષય મિત્ર દ્વારા કુલ 1456 દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી છે. નિક્ષય પોષણ યોજના અંતર્ગત દાહોદ જીલ્લામાં વર્ષ 2022/2023કુલ 8273 દર્દીઓને 1,89,29,500, વર્ષ 2021/2022 માં 6426દર્દીઓ ને 1,56,68,000, વર્ષ 2020/2021માં 6352દર્દીઓ ને 1,82,52,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.ટ્રાયબલ ટીબી નાં દર્દીઓ ને 2022/2023માં કુલ 6701દર્દીઓ ને 50,25,750, વર્ષ 2021/2022માં 4733 દર્દીઓને 35,49,750, વર્ષ 2020/2021માં 6021દર્દીઓ ને 45,15,750 રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

About the Author

API Publisher / Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment