BA પોલિટિકલ સાયન્સ કરેલા યુવકે સુરતના વિદ્યાર્થીને મરવા મજબૂર કર્યો, જામતારાની સિરિઝની જેમ સેક્સટોર્શનના હબ ઝારખંડથી ધરપકડ | BA Political Science youth forces Surat student to die, arrested in sextortion hub Jharkhand like Jamtara series | Times Of Ahmedabad

સુરત15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આરોપીએ બીએ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરેલો છે. - Divya Bhaskar

આરોપીએ બીએ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરેલો છે.

સુરતમાં કતારગામના વિદ્યાર્થીએ હનીટ્રેપના કારણે કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં સેક્ટોર્શનનો ખુલાસો થયો છે અને સેક્સટોર્શનના હબ એવા ઝારખંડથી એક બીએ પોલિટિકલ સાયન્સ કરેલા યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જે ગામમાંથી યુવકની ધરપકડ કરવામાં આવી છે તે ગામ સેક્સટોર્શનનું હબ છે.

વિદ્યાર્થીનો વીડિયો ઉતારી ધમકી અપાઈ હતી
સુરતના કતારગામ ઘનમોરા પાસે રહેતા 17 વર્ષીય વિદ્યાર્થીએ 22 દિવસ પહેલા ઘાબા પરથી ભૂસકો મારી મોતને વ્હાલું કરી લીધું હતું. આ ઘટનામાં ચોકબજાર પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. વિદ્યાર્થીના ફોન-પેમાંથી 9600ની રકમ ટ્રાન્સફર થઈ હતી અને અલગ અલગ 4 ફોન નંબરોથી વિદ્યાર્થીને સતત કોલ આવ્યા હતા. વિદ્યાર્થીનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ટોળકીએ ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા.

રૂપિયા લઈ ફોન-પેમાં અલગ અલગ નંબરો પર ટ્રાન્સફર કર્યા
ચોકબજાર પોલીસે જે 4 મોબાઇલ નંબરો છે તેના પર કોલ કર્યો જોકે કોલ રિસીવ કર્યો ન હતો. હાલમાં પોલીસે વિદ્યાર્થીનો મોબાઇલ એફએસએલમાં મોકલી આપ્યો હતો. વળી વિદ્યાર્થીએ માતા-પિતા પાસેથી ઉછીના રૂપિયા લઈ ફોન-પેમાં અલગ અલગ નંબરો પર ટ્રાન્સફર કર્યા હતા. પરિવારે મોબાઇલ ચેક કરતાં મોબાઇલ નંબરોના કોલ અને ફોન-પે રૂપિયા ટ્રાન્સફર થતા બ્લેકમેલીંગનો મામલો હોવાનું લાગતા પોલીસ ફરિયાદ આપી હતી.

માતાની નજર સામે પુત્રએ ટેરેસ પરથી છલાંગ મારી દીધી હતી
કતારગામ ઘનમોરા પાસે રહેતા 17 વર્ષીય વિદ્યાર્થી ધો-12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. પહેલી માર્ચએ માતા-પિતા ઘરે સાંજે બેઠા હતા. દરમિયાન માતાએ પુત્રને બૂમ પાડી એટલામાં માતાની નજર સામે પુત્રએ ટેરેસ પરથી છલાંગ મારી દીધી હતી. માતા-પિતાએ એપાર્ટમેન્ટની નીચે દોડી 108 એમ્બ્યુલન્સમાં પુત્રને સારવાર માટે લઈ ગયા હતા. પુત્રને માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. સર્જરી કર્યા બાદ પુત્રનું 3 માર્ચએ મોડીરાતે મોત થયું હતું. વિદ્યાર્થીએ આપઘાત કરવાના 2-3 દિવસ પહેલા ઘરે એકલો બેસી રહેતો અને ટેન્શનમાં હોય તેવું લાગતું હતું. વિદ્યાર્થીએ મિત્રોને પણ કોઈ વાત કરી ન હતી.

વિદ્યાર્થીએ માતાની નજર સામે જ આપઘાત કર્યો હતો.

વિદ્યાર્થીએ માતાની નજર સામે જ આપઘાત કર્યો હતો.

સુરત પોલીસે ઝારખંડથી આરોપી યુવકની ધરપકડ કરી
ગુનાની ગંભીરતાને જોતા પોલીસ કમિશનર દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચને તપાસ અર્થે ઝારખંડ મોકલી હતી. ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસે ઝારખંડના કેશવારી ગામમાંથી બાદલકુમાર દામોદર મંડલને મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો. આ યુવક સાથે આ ગેંગમાં હજારો યુવકો જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સુરત પોલીસે આ ગેંગના એક યુવકને ઝડપી પાડ્યો છે. જ્યારે વધુ તપાસ ચાલી રહી છે.

ખતરનાક મોડસ ઓપરેન્ડી
કોઈ પણ વ્યક્તિ મોબાઈલમાં સર્ફિંગ કરતા સમયે લોભામણી જાહેરાતો મૂકતા અને તેના પર ક્લિક કરતાની સાથે જ આખો ખેલ શરૂ થતો. આરોપીએ લોકોનો સંપર્ક કરતો અને જાહેરાતમાં જણાવેલા મોબાઈલ નંબરથી વોટ્સએપ ચેટ કરી લાઈ વીડિયો કોલિંગ કરવાનું જણાવતો હતો. ત્યારબાદ અન્ય મોબાઈલમાં અશ્લીલ વીડિયો ડાઉનલોડ કરેલ હોય તેને પ્લે કરી તે વીડિયો લોકોને અસલમાં કોઈ સ્ત્રી લાઈવ હોય તેવી રીતે દર્શાવતો હતો. લોકોને નીર્વસ્ત્ર થવાનું કહીં તેનું રકોર્ડિંગ કરી તે વીડિયો મોકલતો અને વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો.

માનસિક ટોર્ચર કરી બદનામ કરે
વીડિયો દ્વારા બ્લેકમેલ કરી રૂપીયાની માંગણી કરવામાં આવતી હતી. વધુમાં જો કોઈ ભોગ બનનાર આરોપીનો મોબાઈલ નંબર બ્લોક કરી દે તો અન્ય મોબાઈલ નંબરો અને સોશિયલ મીડિયાથી ભોગ બનનારનો સંપર્ક કરી માનસિક ટોર્ચર કરી બદનામ કરવાની ધમકી આપી નાણા પડાવવામાં આવતા હતા.

આખું ગામ સેક્સટોર્શનમાં સંકળાયેલું
રૂપલ સોલંકી (ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ)એ જણાવ્યું હતું કે, આરોપી બાદલ બીઈ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરેલો છે. તેની સાથે અનેક યુવકો સંકળાયેલા છે. જેઓ આ રીતે લોકોને ટાર્ગેટ કરે છે. આ યુવકના ગામના યુવકો આ રીતે ફસાવવા માટે ટેવાયેલા છે. હાલ તો આ વિદ્યાર્થીના ટ્રાન્ઝેકેશન સામે આવ્યા છે. જ્યારે બીજા ટ્રાન્ઝેક્શનો અંગે તપાસ ચાલી રહી છે.

દર પાંચમા મેમ્બરે મોડસ ઓપરેન્ડી ચેન્જ થઈ જાય
વધુમાં જણાવ્યું હતું કે, જામતારા સિરિઝ જે જોઈ છે તે પ્રમાણે આ ગામ સેક્ટટોર્શન માટેનું હબ છે. આ ગેંગના એક આરોપી સુધી પહોંચ્યા છીએ. જેના થકી જ આ આખી મોડસ ઓપરેન્ડી જાણી શક્યા છીએ. આ આખી ગેંગની મોડસ ઓપરેન્ડી દર પાંચ મેમ્બરે ચેન્જ થતી રહે છે. ત્યા પણ આ રીતની ઈન્ફોર્મેશન મોકલવામાં આવશે અને તેના પર કાર્યવાહી થાય તેવો પ્રયાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post