- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- “Because You Are Disabled, You Will Not Get A Wife In My House”, Said The Brother, The Sister Left The House And Came To Vadodara From Assam.
વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
ભાઈ ગુસ્સે થઈ જતાં બહેન આસામથી ટ્રેનમાં બેસીને વડોદરા આવી ગઈ હતી. અભયમની ટીમે 22 વર્ષની યુવતીનું કાઉન્સેલિંગ કરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો.
જાગૃત નાગરિકે અભયમને કોલ કર્યો
સોમવારે રાત્રીના સમયે જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇનની મદદ માગતા જણાવ્યું હતું કે, અજાણ્યા બહેન મળી આવ્યા છે, ત્યાર બાદ તાત્કાલિક 181ની ટીમ સ્થળ પર પહોંચી યુવતીનું અસરકારક કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, આસામની રહેવાસી 22 વર્ષની યુવતીના પિતા હયાત નથી અને બીમાર માતા હોસ્પિટલમાં છે.
યુવતીને આપઘાતના વિચાર આવે છે
યુવતી શારીરિક રીતે વિકલાંગ હોવાથી ભાઈ કાયમ ગુસ્સે થઈ જતો હતો અને તું વિકલાંગ હોવાથી મારા ઘરમાં પત્ની આવશે નહીં તેવું સંભળાવે છે, જેથી યુવતીને ઘરમાં રહેવું ગમતું નહોતુ અને આત્મહત્યાના વિચાર આવે છે, જેના કારણે યુવતી નોકરીની શોધમાં આસામથી ગુજરાત ટ્રેનમાં પહોંચી ગઈ હતી અને રેલવે સ્ટેશન પર ઉતરી હતી. લોકો પાસે નોકરી માટે મદદ માંગી રહ્યા હતા. તે સમયે એક જાગૃત નાગરિકને ધ્યાનમાં આવતા 181 અભયમને કોલ કરી મદદ માંગી હતી.
અભયમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું
181 દ્વારા યુવતીનું અસરકારક કાઉન્સેલિંગ કરીને સાંત્વના આપી હતી અને અપંગ લોકો પણ દુનિયામાં કામ કરી જીવી શકે છે, તેવું મોટીવેશન પૂરું પાડ્યું હતું. તેમને જીવનનું મહત્વ સમજાવી આત્મહત્યા ન કરવા સમજાવ્યા હતા અને પરત પોતાના પરિવાર પાસે જવા સમજાવ્યા હતા અને રાત્રિના સમયે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો.