- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Bhagat Village Organizes Srimad Bhagwat Week Grandly; Various Grand Programs Will Be Organized By The Karamur Family For Seven Days
દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા ખાતે શુક્રવાર તારીખ 31મીથી ગુરૂવાર તારીખ 6/04/2023 સુધી આહિર જ્ઞાતિના સમસ્ત કરમુર પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કલ્યાણપુર તાલુકામાં ભોગાત ગામે હર્ષદ હાઈવે પર આવેલા સતી માતાના મંદિર ખાતે યોજવામાં આવેલા શ્રીમદ ભાગવત કથાના ભવ્ય આયોજનમાં વ્યાસપીઠ પર જાણીતા કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા ખાસ ઉપસ્થિત રહી અને કથામૃતનું રસપાન કરાવશે.
5000 જેટલા કરમુર પરિવારના સંયુક્ત રીતે આ કથાના આયોજન દરમિયાન દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો કથા શ્રવણ અર્થે ઉમટી પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાગવત કથા દરમિયાન શનિવાર તારીખ 1 એપ્રિલના રોજ જાણીતા કલાકાર રશ્મિતા રબારી અને જીગર કરમુરનો કાર્યક્રમ, રવિવાર તારીખ 2ના રોજ જશુ કરમુર, ભાવેશ આહીર તથા પ્રવીણ આહીરનો કાર્યક્રમ, મંગળવાર તારીખ 4 એપ્રિલના રોજ જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીરના કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે સોમવાર તારીખ 3ના રોજ મહારક્તદાન કેમ્પ પણ આ સ્થળે યોજવામાં આવ્યો છે. આ ભવ્ય આયોજન માટે અહીંના અગ્રણી એભાભાઈ કરમુર (પરિશ્રમ વાળા) ગ્રુપ પરિવાર દ્વારા રૂપિયા 11 લાખ 11 હજાર 100, કાટકોલાના જાણીતા સેવાભાવી કે.ડી. કરમુર પરિવાર દ્વારા 3 લાખ 33 હજાર 333 સહિતના અનેક દાતા સદગૃહસ્થો દ્વારા નોંધપાત્ર અનુદાન સાંપળ્યું છે.
ભાગવત સપ્તાહ સાથે સમૂહ પ્રસાદના પણ આયોજનો થયા છે. ધર્મપ્રેમી જનતાને સવારે 9થી 2 વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા આયોજક સમસ્ત કરમુર પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.