Saturday, March 11, 2023

ભરૂચ એસઓજીએ નેત્રંગના મોવી ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ તંબાકુના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો | Bharuch SOG nabbed a man with suspected quantity of tobacco from Mowi Three Road in Netrang. | Times Of Ahmedabad

ભરૂચ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નેત્રંગ તાલુકાના મોવી ગામના ત્રણ રસ્તા પાસેથી ભરૂચ એસઓજીએ શંકાસ્પદ 3.43 લાખનો તંબાકુના જથ્થા સાથે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તંબાકુ અને ટેમ્પો મળી કુલ 7.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભરૂચ એસઓજીનો સ્ટાફ ઓ.ઓ.જી. ચાર્ટર મુજબના પેટ્રોલિંગમાં નેત્રંગ-વાલિયા તાલુકામાં હતો તે દરમિયાન નેત્રંગ તાલુકાના મોવી ગામના ત્રણ રસ્તા પાસે આઈસર ટેમ્પો નંબર-એન.એલ.01.એ.ઈ.1916 આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી 8590 કિલો તંબાકુનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે હરિયાણાના હમજાપુરના ટેમ્પો ચાલક ઇસ્લામખાન મહરાબખાન પાસે તંબાકુના જથ્થા અંગેના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરતા પોલીસે તેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: