વલસાડ24 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડા ખાતે રહેતા યુવકના લગ્ન 3 દિવસ બાદ યોજવાના હતા. જે માટે આજે ઉદવાડા ખાતે સામાન લેવા માટે ગયો હતો. ઉડવાડાથી ઘરે પરત આવી રહ્યો હતો. જે દરમ્યાન પારડી હાઇવે ઉપર પડેલા ખાડામાં યુવકની બાઈકનું ટાયર પડ્યું હતું. જેને લઈને યુવકે બાઈક ઉપરથી બેલેન્સ ગુમાવતા યુવક રસ્તા ઉપર પટકાયો હતો. તેની પાછળ આવતા ટ્રકનું ટાયર યુવક ઉપરથી ફરિવળતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને પરિવારના સભ્યોએ હાઇવે ઓથોરિટીની બેદરકારી હોવાના આક્ષેપ પરિવારના સભ્યોએ લગાવ્યા હતા. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

મૃતક.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડા ગામના 40 વર્ષીય મનોજભાઈ નાયકના લગ્ન 18 માર્ચના રોજ યોજાનાર હતા. સમગ્ર પરિવારના સભ્યો લગ્નની તૈયારીમાં જોતરાય હતા. ઘરમાં લગ્નના મંગલ ગીતો ગવાઈ રહ્યા હતા. આજ રોજ મનોજભાઈ ઉદવાડા ખાતે લગ્નના કામ માટે સામાન લેવા માટે તેમની બાઈક ન. DN-09-D-7981 ઉપર એકલા ગયો હતો. ઉદવાડા ખાતે લગ્નના સામાનનો ઓડર આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમ્યાન પારડી હાઇવે ઉપર પડેલા ખાડામાં બાઈક પડી હતી. જેને લઈને મનોજભાઈએ બાઈક ઉપરથી બેલેન્સ ખોરવાયું હતું. જેને લઈને પારડી હાઇવે ઉપર યુવક બાઈક ઉપરથી રસ્તા ઉપર પટકાયો હતો. મનોજની બાઈક પાછળ આવતી ટ્રક મનોજ નાયક ઉપરથી પસાર થઈ જતા મનોજ નાયકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનબી જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના અંગે મનોજ નાયકના પરિવારના સભ્યોને જાણ થતા પરિવારના સભ્યોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટના અંગે પારડી પોલીસની ટીમને જાણ થતાં પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી લાશનું PM કરાવી આગળની તજવીજ હાથ ધરી છે. મનોજ નાયકના પરિવારના સભ્યો નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડાઓને લઈને તેમના પરિવારના સભ્યનો જીવ ગયો હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે. લગ્નના ગીતો ગાવતા ઘરમાં અચાનક સન્નાટો છવાઈ ગયો હતો.







