Monday, March 27, 2023

લુણાવાડાના ચોરી ગામ પાસેની સુજલામ સુફલામ કેનાલમાંથી લાશ મળી; પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી | Body found in Sujlam Suflam canal near Chori village in Lunawada; Police reached the spot and conducted an investigation | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કડાણા ડેમમાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલ કે જે દિવસેને દિવસે જાણે સુસાઇડ પોઇન્ટ બની રહી હોય તેમ એક બાદ એક લોકો કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સુજલામ સુફલામ કેનાલમાંથી એક યુવક-યુવતીની લાશ મળી આવી છે. લુણાવાડા તાલુકાના ચોરી ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી એક યુવક-યુવતીની લાશ મળી આવી છે. કેનાલમાં તરતી લાશ જોઈ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ચોરી ગામે સુજલામ સુફલામ કેનાલમાં બે લાશ છે તેવી જાણ કોઠંબા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને લાશોને બહાર કાઢવામાં આવી છે. કોઠંબા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગત પ્રમાણે, એક યુવક અને એક યુવતીની આ લાશ છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ યુવક વીરપુરનો રહેવાસી છે અને યુવતી વિરણીયાની રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે. સમગ્ર બનાવમાં પોલીસે બંને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. તેમજ બનાવ અંગેની તપાસ હાલ કોઠંબા પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.