અમદાવાદમાં વેપારી પાસેથી સાડા ત્રણ કરોડનો માલ ખરીદ્યો અને પૈસા માંગતા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી | Bought goods worth three and a half crores from a businessman in Ahmedabad and threatened to implicate him in a rape case demanding money | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bought Goods Worth Three And A Half Crores From A Businessman In Ahmedabad And Threatened To Implicate Him In A Rape Case Demanding Money

અમદાવાદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં વેપારીઓ પાસેથી માલ લઈને તેનું પેમેન્ટ નહીં કરી તેમજ વેપારીને ધાક ધમકી આપવાની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં એક કાપડના વેપારી પાસેથી રાજસ્થાનના વેપારીઓએ 3.67 લાખનો માલ લઈને પેમેન્ટ નહોતુ કર્યું. જ્યારે વેપારીએ પેમેન્ટ માંગ્યું તો તેને ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેથી વેપારીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદમાં મોટાપાયે કાપડનો ધંધો કરે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોટેરા વિસ્તારમાં રહેતાં મોતીરામ ચૌધરી અમદાવાદમાં મોટાપાયે કાપડનો ધંધો કરે છે. તેઓ મુળ રાજસ્થાનના છે. રાજસ્થાનમાં તેમની બાજુમાં રહેતાં રાનમલ બોથરાએ તેમને મોતીલાલ ઓસવાલને માલ આપવાની વાત કરી હતી. આ મોતીલાલ ઓસવાલ સહિત અન્ય બે જણા મોતીરામના ઘરે આવ્યાં હતાં અને માલ આપવા બાબતે ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ માલની આપલે થતી હતી અને પૈસા પણ બેંકમાં આવી જતા હતાં.

ઠગોને ત્રણ કરોડથી વધુનો માલ આપ્યો
જો કે, મોતીરામે વધુ માલ આપતાં સામેથી એક કરાર આવ્યો હતો અને તેમાં સમયસર પેમેન્ટ આપવાની વાત કરી હતી. જેથી મોતીરામે વધુ માલ મોકલાવ્યો હતો. આ ઠગોને મોતી રામે કુલ 3,67,94562 રૂપિયાનો માલ આપ્યો હતો. પરંતુ આ માલનું પેમેન્ટ માંગતાં સામે વાળાઓએ ગલ્લાં તલ્લાં કરવાનું શરૂ કર્યું હતું. જેથી મોતીરામે તેમના પાડોશીને કહેતાં તેમણે ખાતરી આપી હતી કે તેઓ પૈસા પાછા અપાવશે. પરંતુ સમય જતાં તેમણે પણ ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો.

ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
મોતીરામને કરાર પર સહી કર્યા બાદ ખબર પડી હતી કે તેમને આપવામાં આવેલા ચેકનું સામે વાળાએ સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું છે. મોતીરામે સામે વાળા પાસે પૈસાની ઉઘરાણી કરતાં જ સામે વાળાએ તેમને ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે મોતી રામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…