નવસારીએક કલાક પહેલા
નવસારી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક સુરત પાસિંગની ચાલુ કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. સમયસૂચકતા વાપરી કારમાં સવાર લોકો બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો હતો. ઘટનાના પગલે ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

નવસારી નેશનલ હાઈવે પરથી આજે બપોરના સમયે સુરત પાસિંગની એક કાર પસાર થઈ રહી હતી. તે સમયે જ અચાનક કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. જો કે, કારમાં સવાર લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જત તમામનો આબાદ બચાવ થયોહ તો. આગ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. કારમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
અન્ય સમાચારો પણ છે…