- Gujarati News
- Local
- Gujarat
- Gandhinagar
- A Case Has Been Registered Against The Person Who Posted Objectionable Things On Instagram In The Name Of The Owner Of Medical Stores In Gandhinagar
ગાંધીનગર3 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
- સંબંધીની પત્ની સાથે અફેર હોવાની પોસ્ટ વાયરલ કરી હતી
ગાંધીનગરના ચીલોડા ખાતે મેડિકલ સ્ટોર્સ નાં સંચાલકને સંબંધીની પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની વાંધાજનક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ ઉપર આશરે નવ મહિના અગાઉ વાયરલ થઈ હતી. એમાંય વળી પોસ્ટ વાયરલ કરનાર ઈસમે મેડિકલ સ્ટોર્સનાં માલિકના ફોટા સાથેનું ફેક આઈડી બનાવીને બદનામી ભર્યો મેસેજ કર્યો હતો. જે મામલે સીઆઈડી ક્રાઇમની તપાસમાં વાંધાજનક પોસ્ટ વાયરલ કરનાર મેડિકલ સ્ટોર્સનાં માલિકનો પરિચિત હોવાનું બહાર આવતાં ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરનાં સેકટર – 25 સૂર્યનારાયણ સોસાયટી ખાતે રહેતાં રહીશ છેલ્લા પંદરેક વર્ષથી ચીલોડા ખાતે મેડિકલ સ્ટોર્સ ચલાવે છે. ગત તારીખ 5/5/2022 ના રોજ તેમના જીજાજીએ ફોન કરીને જાણ કરી હતી કે, તેમના સંબંધીનાં ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં સંબંધીની પત્ની સાથે તેમને પ્રેમસંબંધો હોવાનું લખાણ ઉપરાંત લગ્ન કરશે તો લગ્ન મંડપમાં જ ભાંડો ફોડી દેશે તેવો ગર્ભિત ધમકીભર્યો મેસેજ પણ કરવામાં આવ્યો છે. તેમજ આ પોસ્ટ તેમના ફોટા સાથેના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી કરવામાં આવી છે.
આથી પોતાના જીજાજીની વાત સાંભળીને મેડિકલ સ્ટોર્સના માલિક ચોંકી ઉઠયા હતા. કેમકે તેમના નામે આવું કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી જ નહોતું. જે મામલે તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. જેનાં પગલે સાયબર ક્રાઇમ પોલીસ ટેકનિકલ સોર્સ માધ્યમથી તપાસ હાથ ધરતાં વાંધાજનક પોસ્ટ વાયરલ કરનાર ઈસમ બીજી કોઈ નહીં પણ તેમનો જ સંબંધી હિતેશ રમેશભાઇ વાઘેલા(સી-318, ઘનશ્યામનગર સોસાયટી, નોબલનગર, અમદાવાદ નરોડા) હોવાનું ખુલવા પામ્યું હતું.
વધુમાં આ ઈસમે સમાજમાં મેડિકલ સ્ટોર્સનાં માલિકની બદનામી થાય એ માટે તેમના નામનું ફેક આઈડી બનાવીને પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. આ મામલે સમાજના આગેવાનો થકી સમાધાનનાં પ્રયાસો થયા હતા. પરંતુ કોઇ કાળે સમાધાન થયું ન હતું. આખરે પોલીસે મેડિકલ સ્ટોર્સના માલિકની ફરીયાદના આધારે હિતેશ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.