Wednesday, March 8, 2023

પદયાત્રીઓ સાથે રોજ રંગોત્સવની ઉજવણી; બેથી ત્રણ વાગ્યા દરમિયાન ફૂલડોલ ઉત્સવ ઉજવાયો | Celebrating Rangotsav daily with pedestrians; Phuldol Utsav was celebrated between two and three o'clock | Times Of Ahmedabad

દ્વારકા ખંભાળિયા33 મિનિટ પહેલા

તીર્થ નગરી દ્વારકામાં હોળીની ઝાળ બેસતાં જ જગત મંદિરમાં દરરોજ સવારે શૃંગાર આરતી અને સાંજે સંધ્યા આરતીમાં ભગવાનના દર્શને આવતા ભક્તો સાથે રંગો ઉડાડી રંગોત્સવ મનાવવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશ ગેરિયાના ભાવથી ભક્તો સાથે રંગે રમે છે અને વ્રજમાં હોળી રમવાનો ભાવ પ્રગટ થાય છે. તમામ ભક્તોને પૂજારી દ્વારા રંગો ઉડાડી ભરવામાં આવે છે. આ સિલસિલો ફૂલડોલ ઉત્સવ સુધી ચાલુ રાખવાની પરમ્પરા છે. આરતી દરમ્યાન ઢોલ નગારાના તાલે રંગે ચંગે ભાવીકો કલરથી ભરાઇ ધન્યતા અનુભવે છે.

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. એસપીની સીધા માર્ગદર્શન હેઠળ 2 ડીવાયએસપી, 4 પીઆઇ અને 21 પીએસઆઇ એસઆરપી હોમગાર્ડ વગેરે 1500 જેટલા જવાનો ખડેપગે રાખવામાં આવ્યા હતા. દરેક રસ્તાઓ પર ટ્રાફિક પોઇન્ટ સાથે અનેક રોડ રસ્તાઓને વન વે કરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મંદિર અંદર અને બહાર બેરીકેટીંગ તથા કેમેરા સહિત ખાશ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. દ્વારકા પદયાત્રીઓની સંખ્યા વધતી રહેતી હોય સમગ્ર દ્વારકા શહેરમાં માનવ કીડિયારું ઉભરાયું હતુ.

આ વખતે હોળી 6 તારીખે અને ધુળેટી 8 તારીખે હતી જેથી, જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ બે વાગ્યાથી ત્રણ વાગ્યા દરમ્યાન ઉજવાયો. ભગવાનને છેલ્લા સાત દિવસોથી સફેદ વાઘાના શૃંગાર થતા હોય ત્યારે આજ ફૂલડોલના દિવસે ચાંદીની પિચકારીમાં કેસૂડાંના ફૂલનું પાણી અને અબીલ ગુલાલની છેડો ખેલૈયા સાથે ભગવાન અને પુજારીઓ ફૂલડોલ ઉત્સવ ઉજવ્યો હતો. રાજ્યના મોટા ભાગના મંદિરમાં 8 તારીખે પંચાંગ મુજબ ઊંઘ્યાત તિથિ એ નક્ષત્ર મુજબ રંગોત્સવ એટલે કે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો હતો. દ્વારકામાં ઉડે રે ગુલાલ..ના ગીતો સાથે ગલીગલીમાં પદયાત્રીઓના સમૂહ ફાગણી પૂનમ અને ફૂલડોલ ઉત્સવમાં પાંચ લાખથી વધુ લોકો ધન્યતા અનુભવતા પોતાની પદયાત્રા પૂર્ણ કરી ભાવિકો કાના સંગ રંગે રમ્યા હતા.

દ્વારકા જગત મંદિરમાં આજે ફૂલડોલ ઉત્સવની પરંપરા મુજબ ઉજવણી કરાઈ હતી. ભાવિકો, સ્થાનિકો, પદયાત્રીઓ અને પૂજારી પરિવાર દ્વારા મંદિર પરિસરમા રંગોની હોળી ખેલી બપોરે બે વાગ્યે ઉત્સવ આરતી સાથે જ ભગવાન દ્વારકાઘીશ મંદિરમાં ઢોલ નગારા સાથે ભગવાનની બંને બાજુઓ પર રંગોની પોટલી અને ચાંદીની પિચકારી ધરાવવામાં આવી હતી. ભક્તો જાણે કે ભગવાન સાથે રંગે રમ્યાંનો ભાવ તમામ ભાવિકોમાં નજરે ચડ્યો હતો.

દ્વારકાધીશ જગત મંદિરનું પ્રાંગણ આજે અબીલ ગુલાલની છેડોથી ભરાઇ ગયું હતું. ભાવિકો પ્રવાસીઓ સહેલાણીઓ આજે રંગે રમી અલભય ફૂલ ડોલ દર્શનનો લાભ લીધો હતો. તેમાંયે દ્વારકાવાશીઓ આજે જગત મંદિરમાં રંગે રમી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી સાથે પોલીસ સુરક્ષા કર્મીઓ પણ રંગે રમ્યાં હતા. ડ્યુટી સાથે ભક્તિના માહોલમાં રમી ફરજ નિભાવી હતી અને મન મુકીને કાળીયા ઠાકોર સંગ રંગે રંગાયા હતા.

આ ઉત્સવમાં દ્વારકા પોલીસ વડા એસપી નીતીશ પાંડેય, ડીવાયએસપી સમીર સારડા, પ્રાંત અધીકારી પાર્થ તલસાણીયા, મામલતદાર વિક્રમભાઈ વરૂ પણ જોડાઇ ભક્તો સંગ ફુલડોલ રમ્યા હતા. પુજારી પરિવાર દ્વારા એસપી નિતીશ પાંડેય, ડીવાયએસપી સમીર સારડા તથા પ્રાંત અધીકારી પાર્થ તલસાણીયાને શાલ ઓઢાડી, સ્મૃતિચીન્હ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. ફુલડોલ ઉત્સવ પુર્ણ થયે દ્વારકા જગત મંદિર ડીવાયએસપી સમીર સારડાએ જગતમંદિર દેવસ્થાન સમિતિના કર્મચારીઓ, પુજારી પરિવાર, સ્વયંસેવકો તથા સતત ખડે પગે તૈનાત તમામ પોલીસ સ્ટાફના કાર્યને બીરદાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: