Friday, March 17, 2023

ડીસામાં સિંધી સમાજના સંત શિરોમણી મહારાજની જયંતીની ઉજવણી; શોભાયાત્રા, આરતી, પ્રસાદ, હવન સત્સંગ સહિત કાર્યકમ | Celebration of the birth anniversary of Shiromani Maharaj, a saint of the Sindhi community in Disa; Activities including Procession, Aarti, Prasad, Havan Satsang | Times Of Ahmedabad

ડીસા5 કલાક પહેલા

સિંધી સમાજના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી સ્વામી લીલાશાહ મહારાજની 143મી જન્મ જયંતી પર્વની ગુરૂવારના રોજ ભક્તિ સભર માહોલમાં ડીસાની સિંધી કોલોની સ્થિત શ્રી લીલાશાહ મહારાજના મંદિર પરિસર ખાતે સ્વામી લીલાશાહ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી હતી.

શ્રી લીલાશાહ મહારાજના 143માં જન્મ જયંતિ પ્રસંગે આરતી, પ્રસાદ, હવન, હરિઓમ સત્સંગ સહિત કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિત સિંધી સમાજના પરિવારજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક તેમજ સેવાકીય કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

પરમ પૂજ્ય શ્રી લીલાશાહ મહારાજની 143મી જન્મ જયંતી પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રા સિંધી કોલોની ખાતે આવેલા મંદિરથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ડીસાના જલારામ ભવન ખાતે આયોજિત કરાયેલા સમૂહ પ્રસાદનો ડીસા સિંધી સમાજના પરિવારજનોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. પ્રસંગને સફળ બનાવવા સ્વામી લીલાશાહ સેવા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: