સુરતમાં રામ નવમીની ઠેર ઠેર ઉજવણી, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો દ્વારા શોભાયાત્રા યોજતા માહોલ રામમય બન્યો | Celebration of Ram Navami in Surat everywhere, processions organized by organizations including Vishwa Hindu Parishad became Rammayam. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Celebration Of Ram Navami In Surat Everywhere, Processions Organized By Organizations Including Vishwa Hindu Parishad Became Rammayam.

સુરત3 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરત શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિતના ધાર્મિક સંગઠનો દ્વારા રામ નવમીની ભવ્ય ઉજવણી કરી - Divya Bhaskar

સુરત શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિતના ધાર્મિક સંગઠનો દ્વારા રામ નવમીની ભવ્ય ઉજવણી કરી

આજે રામ નવમી છે. ભગવાન મર્યાદા પુરષોત્તમ શ્રી રામના જન્મની સુરત શહેર અને દેશભરમાં ભવ્ય ઉજવણી થઇ રહી છે. સુરત શહેરમાં વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. મંદિરો જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યા છે આ ઉપરાંત મંદિરોમાં રામ નવમી નિમિતે શોભાયાત્રા, રામધુન, ભંડાર તેમજ શહેરમાં રેલી શોભાયાત્રા સહિતનું આયોજન કરાયું છે.

હિન્દુ સંગઠનો દ્વારા ઉજવણી

આજે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રીરામના જન્મની સુરત સહિત દેશભરમાં ઉજવણી થઇ રહી છે. સુરત શહેરમાં પણ રામ નવમી નિમિતે શોભાયાત્રા સહિતના અલગ અલગ આયોજન કરવામાં આવ્યા હતા. રામ નવમી નિમિતે મંદિરોને પણ રામ મંદિરોમાં શણગાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. મંદિરોમાં પણ વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા રામ મંદિરોમાં શણગાર કરવામાં આવ્યા હતા અને મહા આરતી નો પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ઠેર ઠેર આયોજનો

સુરત શહેરમાં ઘણી બધી જગ્યાએ બાઈક રેલી, ભંડાર, રામધુન સહિતનું આયોજન કરાયું છે. તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા રામ નવમી નિમિતે બાઈક રેલી, શોભાયાત્રા સહિતના અનેક આયોજનો કરવામાં આવ્યા છે. ચારે તરફ દિવસ દરમિયાન જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. રામનવમી દર વર્ષ કરતા વખતે વિશાળ પાયે આયોજન કરાયું હતું. શહેરના રામ મંદિરોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક સ્તરે શોભાયાત્રાઓ નીકળી હતી જેમાં પણ રામ ભક્તો જોડાયા હતા.

વિહિપ દ્વારા શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 7 સ્થળેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તા જોડાયા હતા.ભગવાન શ્રી રામ, સીતા , લક્ષ્મણ અને હનુમાન સહિતના વેશભૂષા ધારણ કર્યા હતા. ચારે તરફ ડીજે ના તાલ સાથે વિશ્વ હિન્દુ પરિષદના લોકો જોડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ યાત્રા અલગ અલગ સ્થળેથી પસાર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم