Wednesday, March 22, 2023

વિદ્યાનગરની જનતા ચોકડી પર આવેલા CNG પંપના કર્મચારી પર બે શખ્સોએ હુમલો કર્યો | Two persons attacked a CNG pump employee at Vidyanagar's Janata Chowkdi | Times Of Ahmedabad

આણંદ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિદ્યાનગરની જનતા ચોકડી પર આવેલા ચરોતર ગેસ સહકારી મંડળીના પંપ પર કારમાં ગેસ પુરવા આવેલા બે શખસે કર્મચારી સાથે ઝઘડો કરી તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓએ કર્મચારીના કપડા પણ ફાડી નાંખ્યાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસે બન્ને શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિદ્યાનગરની જનતા ચોકડી પર આવેલા ચરોતર ગેસ સહકારી મંડળીના સીએનજી પંપ પર સંજય મણીભાઈ પરમાર (રહે. વલાસણ) ગેસ ફિલર તરીકે ફરજ બજાવે છે. તે 15મી માર્ચના રોજ રાત્રે ફરજ પર હતો તે સમયે સવા અગિયાર વાગે ઇક્કો કારમાં બે શખસ ગેસ પુરાવા આવ્યાં હતાં. આ સમયે બે નંબરનો પંપ બંધ હોવાથી સિક્યુરીટી ગાર્ડે ગાડીના ચાલકને એક નંબરના પંપ પર ગેસ પુરાવાવ જવા જણાવ્યું હતું. જેથી ગાડીમાં સવારે બે – ત્રણ અજાણ્યા વ્યક્તિ નીચે ઉતરી તેમાંથી એક શખસે પીળી ટી શર્ટ પહેરેલી હતી. તેણે હર્ષદ રાવલ નામના કર્મચારી સાથે ઝઘડો કરી અપશબ્દ બોલવા લાગ્યો હતો. આ ઉપરાંત અન્ય એક સફેદ શર્ટ વાળા શખસે પણ ઝઘડો કરી દીધો હતો. જોકે, સંજય અને અન્ય કર્મચારી વચ્ચે પડતાં બન્ને તેઓ વધુ ઉશ્કેરાયાં હતાં. તેઓએ કર્મચારીને ધમકાવતા જણાવ્યું હતું કે, ગેસ અહીં કેમ નથી ભરતો ? ગેસ તો અહીંથી જ ભરીશું. તેમ કહી ઝપાઝપી કરવા લાગ્યાં હતાં. તેઓએ સંજય પર હુમલો કરી છાતી, બરડામાં મુક્કા મારી ગડદાપાટુનો મારમાર્યો હતો. આ ઉપરાંત શર્ટ ફાડી નાંખ્યું હતું. આથી, અન્ય કર્મચારીઓએ વચ્ચે પડી છોડાવ્યાં હતાં. બાદમાં તેઓએ જાનથી મારી નાંખાની ધમકી આપી જતાં રહ્યાં હતાં.

આ અંગે સીસીટીવી કેમેરામાં તપાસ કરતાં ગાડી નં.જીજે 23 સીબી 3914 હતો. આ ગાડીનો ચાલક કૌશલ ઉર્ફે મેડીયો વસાવા હતો. જ્યારે અન્ય બે અજાણ્યા શખસમાં સફેદ શર્ટ વાળો અશોક નવીન ઠાકોર, પીળી ટી શર્ટ વાળો જેકવીન ઉર્ફે જસ્ટીન જીતેન્દ્ર મકવાણા (બન્ને રહે. વિદ્યાનગર હરિઓમનગર) હોવાનું જણાવ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે અશોક નવીન ઠાકોર અને જેકવીન ઉર્ફે જસ્ટીન મકવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: