જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં લાંબા અને તંદુરસ્ત વાળની હરિફાઈ યોજાઈ | A competition for long and healthy hair was held in Jamnagar's Nagar Primary Education Committee School | Times Of Ahmedabad

જામનગર5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતી બાળાઓ માટે શિક્ષણ સમિતિની શાળાનું, 60 કૃષ્ણનગર ખાતે સ્પેશ્યલ લાંબા અને તંદુરસ્ત વાળની સ્પર્ધા ‘યોજવામાં આવી હતી.

જેમાં શાળા કક્ષાએથી જે બાળાઓના લાંબા અને તંદુરસ્ત વાળ હોય તેવી બાળાની શાળા કક્ષાએથી પસંદગી કરવામાં આવી હતી. શહેર કક્ષાની સ્પર્ધામાં સ્પર્ધક તરીકે 27 બાળાઓએ ભાગ લીધેલ હતો. બાળાઓના વાળની લંબાઈ સાથે સાથે વાળની જાડાઈ, સ્વચ્છતા, કુદરતી રંગ, અને બાળાઓ દ્વારા ક૨વામાં આવતી વાળની સુરા વગેરેની બાબતોને ધ્યામાં લઈ લાંબા અને તંદુરસ્ત વાળ માટે વિજેતાક્રમ આપવામાં આવેલ.

આ સ્પર્ધામાં શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ નખરા, શાસનાધિકારી ફાગુનીબેન પટેલ સમિતિના સભ્ય રમેશભાઈ કંસારા, રઉફભાઈ ગઢકાઈ, વગેરેએ ઉપસ્થિત રહી બાળાઓને પ્રોત્સાહિત કરવાનો આવેલ હતાં. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શાળા, 21 ના મદદનીશ શિક્ષિકા થી પ્રિતિબેન જગડ અને શાળા નંબર 55 ના દિપ્તીબેન દતાણીએ સેવા આપેલ હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post