નવસારીમાં બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલા પોલીસ જવાનનો બોડીવોર્ન કેમેરો ગુમ થતા ફરિયાદ | Complaint about missing bodyworn camera of police constable working in Bandobast in Navsari | Times Of Ahmedabad

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારીના લૂન્સીકુઈ પાસે આવેલા ગ્રાઉન્ડમાં હાલમાં રામકથા ચાલી રહી છે.જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન માંથી જરૂર મુજબ પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે નોકરી સોંપાય છે.ગઈકાલે બપોરે કથા પૂર્ણ થયા બાદ બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ કર્મચારી ટ્રાફિક નિયમન કરતા હતા તે દરમ્યાન છાતી પર લગાવવામાં આવેલો બોડીવોર્ન કેમેરો કયાંક પડી જતા ખોવાઈ ગયો હતો.જેની ગુમ થયાની નવસારી ટાઉનપોલીસ તેમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત કે નોકરી દરમિયાન કોઈ પણ ગતિવિધિને કૈદ કરવા માટે રાજ્ય સરકારે AXON કંપનીનો બોડીવોર્ન કેમેરા વર્દી પર લગાવવાનો હોય છે. ત્યારે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ગણપતભાઈ ઈશ્વરભાઈ લુંસિકુઇ પાસેના બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન ટ્રાફિક કંટ્રોલની કામગીરી દરમિયાન વર્દી પર લગાવેલો કેમેરા ક્યાં ખોવાઈ ગયો હતો કે પડી ગયો હોવાને લઈને નવસારી ટાઉન પોસ્ટેમાં ફરિયાદ નોંધાય છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم