Thursday, March 9, 2023

વડોદરામાં સમાજ સુરક્ષા ખાતામાં કોમ્પ્યુટર ઓપરેટર યુવતીએ ધૂળેટીએ કલર નાખવાની ના પાડતા તલવારથી હુમલો | Computer operator in social security department in Vadodara attacked with sword after refusing to paint with dust | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
કારેલીબાગ પોલીસ સ્ટેશન. - Divya Bhaskar

કારેલીબાગ પોલીસ સ્ટેશન.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ધૂળેટી રમવા દરમિયાન યુવતીએ રંગ ન નાખવાનું કહેતા તેના પર તલવારથી હુમલો કરાયો હતો.

યુવતીઓ સાથે ધૂળેટી રમતી હતી
વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતી દેવાંશી જાધવ નર્મદા ભવન ખાતે સમાજ સુરક્ષા ખાતામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગઇકાલે ધૂળેટીના દિવસે બપોરે સાડા સાત્ર આસપાસ દેવાંશી ઘરે હાજર હતી, ત્યારે મહોલ્લામાં કેટલીક છોકરીઓ ધૂળેટી રમી રહી હતી. જેથી દેવાંશી પણ તેમાં સામેલ થઇ હતી. આ દરમિયાન પડોશમાં રહેતા યુવક આકાશ ગોપીભાઇ રાણાએ દેવાંશી પર કલર નાંખતા તેણે આમ ન કરવા કહ્યું હતું. જેથી આકાશના પિતા ગોપીભાઇ રાણા પુત્રનું ઉપરાણું લઇને આવ્યા હતા અને અપશબ્દો કહેવા લાગ્યા હતા.

હાથ પર તલવારનો ઘસરકો
દરમિયાન દેવાંશીના માતા વંદનાબેન પણ ત્યાં આવ્યા હતા અને ઝઘડો ન કરવાનું કહેતા આકાશ તલવાર લઇને આવ્યો હતો અને બંનેને છોડાવવા દેવાંશી વચ્ચે પડતા તેને ડાબા હાથના કાંડા પર તલવારનો ઘસરકો થયો હતો. જેથી દેવાંશીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ મામલે દેવાંશીએ આકાશ અને તેના પિતા ગોપીભાઇ રાણા સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: