Wednesday, March 8, 2023

નાંદોદમાં મંદિરના પૂંજારી સાથે પ્રેમ સબંધ બાધી પૈસા પડાવા કાવતરું રચ્યું; બળજબરી રૂપિયા પડાવનાર બ્લેકમેલરો સામે ગુનો દાખલ કરાયો | Conspired to extort money out of a love affair with a temple priestess in Nandod; A case was registered against the blackmailers who extorted money | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Conspired To Extort Money Out Of A Love Affair With A Temple Priestess In Nandod; A Case Was Registered Against The Blackmailers Who Extorted Money

નર્મદા (રાજપીપળા)2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મળતી વિગતો અનુસાર રવિન્દ્ર ઉર્ફે રમેશ પટેલે આપેલી ફરિયાદ મુજબ તેઓ નાવરા ગામે મંદિરમાં પુજારી તરીકે સેવા કરે છે. જ્યાં નરેશ ગંગવાણી, પવન ગંગવાણી, રોશનીબેન ઉર્ફે હેમા ગંગવાણી, રમેશચંદ્ર ગંગવાણીઓએ પુજારી પાસે રૂપિયા પડાવવાનું કાવતરું રચી રોશનીએ વારંવાર ફોન ઉપર વાતચીત કરી, વૉસ્ટએપ ચેટીંગ, વીડિયો કોલ કરી પ્રેમ સબંધ બાધવા માટે ફોસલાવી ફોન ઉપર કરેલી વાતચીત, વૉસ્ટએપ ચેટીંગ, વીડિયો કોલનું રેકોર્ડીંગ કરી આ તમામે પુજારી પાસે રૂ. 75 લાખની માંગણી કરી.

જો રૂપિયા નહીં આપે તો તેમની ફોન ઉપર કરેલી વાતચીત, વૉસ્ટએપ ચેટીંગ, વીડિયો કોલ વાઈરલ કરી ફરીયાદીને બદનામ કરી દેવાની ધમકીઓ આપી અને તેમ છતાં પણ પૈસા આપવામાં નહીં આવે તો જાનથી મારી નાંખીશું. તેવી ધમકીઓ આપી પુજારી પાસે બળજબરી રૂપિયા પડાવી લેવા માટે બ્લેકમેઈલ કરી ગુનો કરતા આમલેથા પોલીસે ચારેય સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…