- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- A Consumer Protection Meeting Will Be Organized In Morbi Every Thursday; Earlier, They Had To Go To Rajkot And Be Pushed
મોરબી25 મિનિટ પહેલા
મોરબીના અલગ જિલ્લા બન્યા બાદ છેલ્લા ઘણાં સમયથી ગ્રાહક કોર્ટની માગ ઊઠી રહી હતી. આ મામલે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે આજથી મોરબી તાલુકા સેવા સદનમાં ત્રીજા માળે ગ્રાહક સુરક્ષા કોર્ટનો પ્રારંભ થયો છે.

રાજકોટના ધક્કા ખાવા નહીં પડે
આ અંગે રાજ્ય ગૃહ સુરક્ષા તકરાર નિવારણ કેન્દ્રના પ્રમુખ વી.પી.પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રાહક કોર્ટમાં દિન પ્રતિદિન પ્રશ્નો વધતા જાય છે. સામાન્ય રીતે મોટી મોટી કંપનીઓની સર્વિસમાં જે પ્રકારની ખામી ઉત્પન્ન થાય છે તેના કેસ જોવા મળે છે. અત્યાર સુધી મોરબીમાં જે કોઈ પણ ગ્રાહક સુરક્ષાના કેસ હોય તેનું નિરાકરણ રાજકોટમાં આવેલી ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં થતું હતું.

દર ગુરુવારે ગ્રાહક સુરક્ષાની બેઠક
મોરબી જિલ્લો બની ગયા બાદ મોરબીમાં જ ગ્રાહક સુરક્ષા કોર્ટનું નિર્માણ થયું છે. તેનાથી નાગરિકોને ઘર આંગણે ન્યાય મળી જશે અને તેમને રાજકોટ સુધી ધક્કો ખાવો નહીં પડે. નાગરિકોના હિતમાં સરકાર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. દર ગુરુવારે મોરબી કોર્ટમાં ગ્રાહક સુરક્ષાની બેઠક હોય છે. અહીં મોરબીના જ ગ્રાહકોના કેસનો નિકાલ થશે. આજે ગ્રાહક સુરક્ષા કોર્ટના શુભારંભ પ્રસંગે મોરબી જિલ્લાના જજ, વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.