Thursday, March 16, 2023

વલસાડના અતુલ-પાર નદી પુલ પર કન્ટેનરચાલકે બાઈકને ટક્કર મારી, બાઈક સવાર પતિનું મોત, પત્ની અને બાળકી ઘાયલ | Container driver hits bike on Atul-Par river bridge in Valsad, biker husband killed, wife and child injured | Times Of Ahmedabad

વલસાડ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડાથી વલસાડ બાઈક ઉપર આવી રહેલા વલસાડ અબ્રામાના એક પરિવારની બાઇકને અતુલ પાર નદીના બ્રિજ ઉપર એક કન્ટેનર ચાલકે ગફલત ભરી રીતે હંકારી બાઇકને અડફેટે લઈ અકસ્માત સર્જયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પત્ની અને નાની બાળકીને ગંભીર ઇજા થતા 108 એમ્બ્યુલન્સમાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. અકસ્માતની ઘટના બનતા હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસ અને જિલ્લા ટ્રાફિકની ટીમને થતા જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં મૃતકની લાશનો કબ્જો લઈ PM કરવાની તજવીજ હાથ ધરી છે.

વલસાડ શહેરના અબ્રામા મંદિર ફળિયામાં રહેતો ઉમેશ અશોકભાઈ રાઠોડ પોતાની પત્ની રિયાબેન રાઠોડ તેમજ તેની નાની બાળકી સાથે ઉદવાડા ગયા હતા. બપોરે તેઓ ઉદવાડા થી પોતાની બાઈક નંબર GJ-15-QQ-8714 ઉપર પરિવાર સાથે વલસાડ આવી રહ્યા હતા. જે દરમિયાન અતુલ હાઇવે ઉપર આવેલી પાર નદી ઉપર એક કન્ટેનર નંબર GJ-12-AW-1016ના ચાલકે કન્ટેનર પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઉમેશની બાઈકને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાની સાથે સ્થાનિક લોકો અને રાહદારીઓ અકસ્માતમાં ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક ઉમેશભાઈ રાઠોડનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પત્ની રિયાબેન ઉમેશ રાઠોડને પગના ભાગે ઇજા થઈ હતી. સાથે નાની બાળકીને પણ ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિક લોકોએ 108ની ટીમ અને વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરી હતી. 108ની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અકસ્માતની ઘટના બનતા મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસ અને જિલ્લા ટ્રાફિકની ટીમને થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક ઉમેશની લાશનો કબ્જો લઈ લાશ નું PM કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: