પાટણમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલા રિચાર્જ વેલના ખાડામાં ગાય ખાબકી, મહામહેનતે રેસ્કયૂં કરાયુ | A cow got stuck in the pit of the recharge well made for draining rainwater in Patan, His Highness performed the rescue. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Cow Got Stuck In The Pit Of The Recharge Well Made For Draining Rainwater In Patan, His Highness Performed The Rescue.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણના શનિવારની સવારે શહેરના વોર્ડ નંબર 7 માં આવતા ત્રિભોવન પાર્ક બંગલોઝ અને કર્મભૂમિ સોસાયટી પાસેની ખુલ્લી જગ્યામાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ રિચાર્જ વેલના ઊંડા ખાડામાં એક ગાય પડી ગઈ હતી. આ બાબતની જાણ વિસ્તારના રહીશોને થતા તેઓએ રિચાર્જ વેલના ઊંડા ખાડામાં પડેલી ગાયને કાઢવાનો પ્રયાસ કર્યો હતો. અનેક યુક્તિ પ્રયુક્તિ દ્વારા પણ ગાય બહાર ન નીકળી શકતા આખરે પાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા તેઓએ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી રિચાર્જ વેલના ઊંડા ખાડામાં પડેલી ગાયને રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી.

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ભૂગર્ભ ગટરોની ચેમ્બરો તેમજ ખોદકામ દરમિયાન ખુલ્લા રખાયેલા ખાડાઓનું સુવ્યવસ્થિત રીતે પુરાણ નહીં કરાતા આવા અબોલ જીવો તેમાં પટકાવવાની સમસ્યાઓ અવાર નવાર સર્જાતી હોય છે.

છતાં પાલિકા તંત્ર દ્વારા આવી ખુલ્લી ચેમ્બરો તેમજ ખાડાઓનું પુરાણ નહીં કરાવી કોઈ માનવ જાનહાની સર્જાય તેની રાહ જોતી હોય તેવો ગણગણાટ ઉપસ્થિત પાટણના પ્રબુદ્ધ નગરજનોમાં સાંભળવા મળ્યો હતો. પાલિકાના સત્તાધીશો દ્વારા રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા અને આવા ખુલ્લા ખાડાઓનુ પુરાણ કરવા અથવા તેને સુરક્ષિત બનાવવા કામગીરી હાથ ધરે તેવી માંગ પ્રજામાં પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે…