નલિયાના પિંગલેશ્વર દરિયા કાંઠે ઝેરી બ્લુ જેલીફિસ માછલી જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ | Curiosity among locals after spotting poisonous blue jellyfish fish at Pingleshwar beach in Naliya | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિશ્વમાં સૌથી ખતરનાક 10 ઝેરી માછલીઓ પૈકીની એક બ્લુ જેલીફિસ અબડાસા તાલુકાના યાત્રાધામ પિંગલેશ્વર નજીકના દરિયા કાંઠે તણાઈ આવી હતી. મૃત હાલતમાં જોવા મળેલી જેલીફિસ સ્થાનિક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જોકે જાણકારોના મતે જેલીફિસનો સપર્સ પણ પીડાદાઈ હોય છે અને એક થી દોઢ કલાક સુધી શરીરમાં ખંજવાળ આવતી હોય છે. દરિયાના પેટાળમાં રહેતી જેલીફિસ મુખત્વે ચોમાસાની ઋતુ દરમિયાન સાગર કિનારે જોવા મળતી હોય છે. પરંતુ ગત સપ્તાહે કચ્છ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયા બાદ આ માછલી હાલના સમયે જોવા મળી હતી.

જેલીફિસના સ્પર્શથી શરીરમાં ખંજવાળ શરૂ થઈ શકે છે
અબડાસાના પ્રસિદ્ધ યાત્રાધામ પિંગલેશ્વરના વિસ્તારના સાગર કાંઠે ભરતીના પાણીમાં તણાઈ આવેલી જેલીફિસ વિશે નલિયના કપિલ જોશીએ કહ્યું હતું કે પ્રત્યક્ષ નજરે જોતા આ કોઈ જેલી પદાર્થ પડ્યો હોય તેવું લાગે જોકે આ પૂર્વે પણ આ વિસ્તારમાં આ માછલી જોવા મળી ચુકી છે. જેનો સ્પર્શ ભૂલથી પણ ના કરવો જોઈએ. તેના સ્પર્શ માત્રથી શરીરમાં ખંજવાળ શરૂ થઈ જતી હોય છે જે એકથી દોઢ કલાક સુધી રહી શકે છે. જ્યારે તેનો ડંખ મધમાખી જેવો અને લાંબા આકારનો હોય છે જે જીવિત અવસ્થામાં પરજીવી માટે ઘાતક સાબિત થઈ શકે છે. દરિયાની રેતીમાં ચોંટી ગયા બાદ મોટા ભાગે તે મરણ પામતી હોય છે. જે બ્લુ જેલીફિસ તડકામાં સુકાઈને નષ્ટ થઈ જાય છે.

કિનારે માછલીના પોસ્ટરો લગાડવાની જરૂર
દરમિયાન દુનિયામાં 10 ઝેરી માછલીઓ પૈકી એકમાં ગણના થતી બ્લુ જેલીફિસ આમતો ચોમાસાની ઋતુ કે તે બાદના દિવસોમાં પ્રસિદ્ધ યાત્રાધામ પિંગલેશ્વરના દરિયા કિનારે જોવા મળતી હોય છે. ત્યારે ઝેરી ગણાતી આ માછલી કોઈ શહેલાણી માટે પોદાદાયક ના બને તે અર્થે તંત્ર દ્વારા આવા સ્થળે તેના ફોટો સાથેના સાવચેત રહેવાના પોસ્ટરો લગાડવામાં આવે એવી માંગ સ્થાનિકેથી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post