Saturday, March 11, 2023

વાપીની મહિલાને બિભસ્ત વીડિયો અને ફોટો મોકલી કનડગત કરનાર આરોપીને સાઇબર ક્રાઇમની ટીમે રાજકોટથી દબોચી લીધો | Cybercrime team nabs accused who harassed Vapi woman by sending obscene video and photo from Rajkot | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી એક પરિણીતાના મોબાઈલમાં કોઈ અજાણ્યા નંબર ઉપરથી બિભસ્ત વીડિયો અને ફોટો આવતા હતા. જેનાથી કંટાળીને મહિલાએ નંબર બ્લોક કરી દીધો હતો. તેમ છતાં અન્ય નંબર ઉપરથી અજાણ્યા ઈસમ દ્વારા ફોટો વીડિયો મોકલાવી કનડગત કરવાનું શરૂ રાખ્યું હતું. જેથી અંતે મહિલાએ નિર્ભયતા પૂર્વક વલસાડ સાઇબર ક્રાઇમની ઓફિસનો સંપર્ક કરીને અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમની ટીમે એપના માધ્યમથી નંબરનો ઉપયોગ કરીને મહિલાને બિભસ્ત ફોટો અને વીડિયો મોકલાવનાર આરોપીને ઝડપી પાડ્યો હતો.
મહિલાએ નંબર બ્લોક કર્યો તો અન્ય નંબરથી કનડગત કરવાનું શરૂ કર્યું
વાપી તાલુકામાં રહેતી એક પરિણીતાના મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી વીડિયો કોલ આવ્યો હતો. મહિલા નંબર ઓળખાતી ન હોવાથી કોલ રિજેક્ટ કર્યો હતો. પછી તરત તેજ નંબર ઉપરથી માહિલાને અશ્લીલ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનું અજાણ્યા ઇસમે શરૂ કર્યું હતું. તેનાથી કંટાળી પરિણીતાએ અજાણ્યા ઇસમનો નંબર બ્લોક કર્યો હતો. જે બાદ નંબર બદલીને ફરીથી અજાણ્યા ઈસમે પરિણીતાને બિભસ્ત મેસેજ અને વીડિયો તેમજ ફોટા મોકલાવી મહિલાને કનડગત કરવાનું શરૂ કર્યું હતું.
​​​​​​​​​​​​​​પોલીસે તપાસ કરતા રાજકોટના શખ્સની સંડોવણી ખુલ્લી
​​​​​​​મહિલાએ અજાણ્યા ઇસમને અશ્લીલ મેસેજ અને ફોટો તેમજ વીડિયો શેર ન કરવા વારંવાર સૂચનાઓ આપવા છત્તા અજાણ્યા ઇસમે મહિલાને કનડગત કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી કંટાળીને મહિલાએ તાત્કાલિક વલસાડ DSP ઓફીસ ખાતે આવેલી સાઇબર ક્રાઈમ ઓફિસમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે ફરિયાદ નોંધી ચેક કરતા રાજકોટના મેટોડા, દેવડા પાટિયા સ્ટર્લિંગ કંપનીની કોલોનીમાં રહેતો 38 વર્ષીય, કાનાભાઈ ઉર્ફે રમેશ કરસનભાઈ કામરીયાની સંડોવણી બહાર આવી હતી. જેને પગલે વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે કાનાભાઈની પ્રાથમિક પૂછપરછ કરતા તેમણે પોતાનો ગુનો કબુલ્યો હતો.
સોશિયલ મીડિયાના માધ્યમથી 5 વર્ષ પહેલાં સાથે કામ કરતી મહિલાનો નંબર મેળવી પોતાની ઓળખ છુપાવવા અન્ય દેશોના નંબર મેળવી તે નંબરનો ઉપયોગ કરી વોટ્સઅપ ઉપરથી મહિલાને કનડગત કરવા માટે અશ્લીલ ફોટો અને વીડિયો મોકલતો હતો. આરોપીની વલસાડ સાઈબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: