દાહોદ31 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાં વસતા નાના તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે લાઈફ લાઈન ગણાતી પસેન્જર, લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા દાહોદના સાંસદે વડાપ્રધાનને પત્ર લખી રેલ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. સાથે સાથે અત્રેથી પસાર થતી કેટલીક મહત્વપૂર્ણ સુપરફાસ્ટ ટ્રેનો ના સ્ટોપેજ અંગે તેમજ ઇન્દોર રેલ પરિયોજના તથા નિર્માણાધીન રેલવે પ્રોડક્શન યુનિટની બાબતો અંગે ચર્ચા વિચારણા કરી તમામ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યોં હતો.
મહત્વની ટ્રેનો કોરોના કાળથી બંધ પડી છે
સ્માર્ટસીટી અને અગામી દિવસોમાં જંક્શનની શ્રેણીમાં આવનાર દાહોદ રેલવે સ્ટેશન પર અવરજવર કરતી ટ્રેનો પૈકી આજુબાજુના આંતરિયાળ વિસ્તાર તેમજ મધ્યપદેશ, રાજસ્થાન તરફથી આવતા આદિવાસી સમુદાયની સાથે સાથે આ વિસ્તારના તમામ નાના તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ અને દાહોદના ધંધા રોજગાર માટે જીવાદોરી સામાન મેમુ, ડેમુ તેમજ ઇન્ટરસીટી,ફિરોઝપુર જનતા જેવી ટ્રેનો કોરોના વૈશ્વિક મહામારીમાં બંધ કરવામાં આવી હતી.જે તમામ ટ્રેનો હાલ સુધી શરૂ ન કરાતા આ વિસ્તારની પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના મામલે બંન્ને સાંસદ ગંભીર
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે આ બાબતને ગંભીર રીતે લઇ તાજેતરમાં ચાલી રહેલા સંસદ સત્ર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી દાહોદ વિસ્તારની આ બંધ થયેલી અને સામાન્ય જન માટે આશીર્વાદ રૂપ નીવડેલી સાથે સાથે રેલવે તંત્ર માટે કમાઉ દીકરા સમાન સાબિત થતી આવી ટ્રેનો તાત્કાલિક અસરથી શરૂ કરવા રજૂઆત કરી છે. આ પત્રની સાથે જ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત લઇ સમગ્ર બાબતથી વાકેફ કરી આ લોકલ ટ્રેનો શરૂ કરવા રજૂઆત કરતા રેલમંત્રીએ પ્રશ્નોનો ઉકેલ લાવવા હૈયા ધારણ આપી હોવાનું સાંસદે અનૌપચારિક મુલાકાતમાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે દાહોદ ઇન્દોર રેલ પરીયોજના તથા નિર્માણાધીન રેલવે પ્રોડક્શન યુનિટની કામગીરીમાં ઝડપ વધારી તેને સમયસર પરિપૂર્ણ કરવા પર ભારપૂર્વક રજૂઆત કરી હતી તો ઇન્દોર-દાહોદ રેલ પરિયોજના અંગે તેમજ મધ્યપ્રદેશના કેટલાક સળગતા પ્રશ્નો અંગે ઇન્દોરના સાંસદ શંકર લાલવાની સાથે પણ રેલ મંત્રાલયમાં પરામર્સ કર્યો હતો.અને ઇન્દોર તરફના પ્રશ્નોને નિરાકરણ કરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે અગામી 2024 લોકસભાની ચૂંટણી પૂર્વે આ આ પ્રશ્નો હલ કરાશે.