પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક
પાટણમાં કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોનો તૈયાર થયેલા પાકને નુકસાન થયું છે. વાવેતર કરેલ જીરું, એરંડા, ઘઉં સહિતના પાકને મોટું નુકસાન થયું છે.ખેડૂતો માંગ કરી રહ્યા છે કે યોગ્ય સર્વે કરવી ખેડૂતને થયેલ નુકસાનનું વળતર આપવામાં આવે.
પાટણ જિલ્લામાં શનિવારે કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. તો શહેરમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ બીજા દિવસે પણ ખેતરોમાં પાણી ભરાયેલ જોવા મળ્યા હતા .જેના કારણે ખેડૂતના તૈયાર થયેલ જીરું એરંડા ઘઉં સહિતના પાકને મોટું નુકસાન થયું હતું.
ખેડૂત કલ્પેશ પટેલ જણાવ્યું હતું કે, અમારા ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો. કાલે પવન અને કરા સાથે વરસાદ પડતાં અમારા બધોજ ઘઉંનો પાક પડી ગયો છે. જેથી ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો સરકાર દ્વારા ઝડપી સર્વે કરી યોગ્ય વળતર આપવા માંગ કરી હતી.
પાટણ શહેર સહિત પંથકના ખેડૂતો અને માટીકામ સાથે ઈટવાડાના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રજાપતિ પરિવારોને ભારે નુકશાન થવા પામ્યું છે. પ્રજાપતિ પરિવારોના ઈટવાડાઓમા પાણી ફરી વળતા પરિવારના સભ્યોને મુશ્કેલીઓ સાથે ભારે નુકસાન થયું હતું.