DCP યશપાલ જગાણીયાએ કહ્યું-રામજીની નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો થયો નથી, પોલીસે લાઠી ચાર્જ કર્યો નથી, યુવાનને કાચ વાગતા ઇજા | DCP Yashpal Jaganiya said, 'There was no stone pelting in Ramji's procession, the police did not lathi-charge, the youth was injured by glass. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • DCP Yashpal Jaganiya Said, “There Was No Stone Pelting In Ramji’s Procession, The Police Did Not Lathi charge, The Youth Was Injured By Glass.

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

શોભાયાત્રામાં થયેલા પત્થરમારામાં કાચની બોટલના કાચ વાગતા યુવાનને ઇજા

વડોદરામાં રામનવમી નિમીત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતા પથ્થરમારો થયો હતો. અને તોફાની ટોળા દ્વારા લારીઓ અને વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવ અંગે DCP યશપાલ જગાણીયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શોભાયાત્ર હરણી પોલીસ મથકની હદમાંથી નીકળી હતી. અને સીટી પોલીસ મથકની હદમાં ફતેપુરા પાંજરીગર મહોલ્લાથી આગળ બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. બંદોબસ્તમાં હાજર પોલીસે મામલો થાડે પાડી દીધો હતો. શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો નથી. અને પોલીસ દ્વારા પણ કોઇ લાઠીચાર્જ કરવામાં આવ્યો નથી. જોકે, પથ્થરમારામાં એક યુવાનને ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

સીટી પોલીસ મથકની હદમાં બનાવ
આજે રામનવમી નિમીત્તે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા શહેરના ફતેપરાના પંજરીગર મહોલ્લા પાસે આવી પહોંચી હતી. થોડે આગળ નીકળી ગઇ હતી. તે સમયે એકાએક પથ્થર મારો શરૂ થતા દોડધામ મચી ગઇ હતી. આ સમગ્ર ઘટના અંગી DCP યશપાલ જગાણીયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં હરણી પોલીસ મથક વિસ્તારમાંથી નિકળેલી શોભાયાત્રા હરણી પોલીસ સાથે તેના રૂટ પર જતી હતી. આ શોભાયાત્રા સીટી પોલીસ મથકના વિસ્તારમાં આવી પહોંચતા સીટી પોલીસનો સ્ટાફ જોડાયો હતો. આ શોભાયાત્રામાં પાંજરીગર મહોલ્લામાંથી પસાર થયા બાદ બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી.

તોફાની ટોળાએ ટુ-વ્હિલરને ઉંધું પાડી દીધું.

તોફાની ટોળાએ ટુ-વ્હિલરને ઉંધું પાડી દીધું.

બે જૂથ વચ્ચે માત્ર સામાન્ય બોલાચાલી થઇ
તેમણે વધુમાં જણાવ્યું કે, બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી શરૂ થતાં બંદોબસ્તમાં જોડાયેલી પોલીસે તાત્કાલીક વચ્ચે જઇને બંને વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિખેરી નાંખ્યા હતા. કોઇ પણ પથ્થર મારો થયાનું જણાયું નથી, અને કોઇ પણ લાઠી ચાર્જ કરવામાં આવ્યો નથી. જે લોકોના ટોળા એકત્ર થયા હતા, તેમને શાંતિથી સમજાવીને પોતપોતાના વિસ્તારમાં મોકલી દેવામાં આવ્યા હતા. શોભાયાત્રા પણ શાંતિપૂર્ણ રીતે આગળ ચાલી રહી છે. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પૂર્ણ થવાના આરે છે.

રોડ ઉપર પથ્થરો

રોડ ઉપર પથ્થરો

સોશ્યલ મિડીયા ઉપર વોચ
DCP યશપાલ જગાણીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર વિસ્તારમાં શાંતિ છે. લોકોને અપીલ છે કે, કોઇ પણ પ્રકારની અફવાહમાં ન આવે. વડોદરા પોલીસને સમગ્ર શોભાયાત્રાનો બંદોબસ્ત શાંતિપૂર્ણ થાય તે માટે સહયોગ કરે. કોઇ પણ અફવા પર વિશ્વાસ ન કરે. વડોદરા પોલીસ સમગ્ર શહેરની તમામ શોભાયાત્રામાં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, ડીપ પોઇન્ટ, ધાબા પોઈન્ટ છે, એસઆરપી, ડીસીબી સહિતની ટીમો સતત વોચમાં છે. ખુબ જ સારો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. શહેરમાં કોઇ પણ બનાવ ન બને તે માટે પોલીસ કાર્યરત છે. પોલીસ તરફથી સોશિયલ મીડિયા પર વોચ રાખવામાં આવી રહી છે. તેની સાથે ડ્રોન થકી પણ નજર રખાઇ રહી છે.

પથ્થરમારો થયા બાદ સન્નાટો

પથ્થરમારો થયા બાદ સન્નાટો

મને કાચની બોટલના કાચ વાગ્યા
ઉલ્લેખનિય છે કે, શોભાયાત્રામાં પોલીસ બંદોબસ્તની ચૂક રહી ગઇ કે, પછી શોભાયાત્રામાં પથ્થરમારો પૂર્વ આયોજન હતો. તે તપાસનો વિષય છે. DCP યશપાલ જગાણીયા ભલે કહેતા હોય કે શોભાયાત્રામાં પથ્થરમારો થયો નથી. પરંતુ, આ શોભાયાત્રામાં જોડાયેલા સમા વિસ્તારના રહેવાસી ભવ્ય શેઠના હાથમાં કાચની બોટલના કાચ વાગતા સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. ભવ્ય શેઠે જણાવ્યું હતું કે, હું અને મારા મિત્રો શોભાયાત્રામાં હરણી રોડ સંગમ ચાર રસ્તાથી જોડાયા હતા. ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે શોભાયાત્ર આવી પહોંચતા પથ્થર મારો શરૂ થતાં ભાગદોડ થઇ હતી. હું અને મારા મિત્રો ઘરે આવવા માટે પસાર થતી રિક્સા ઉભી રાખી બેસવા જતા હતા. તે સમયે કાચની બોટલ રિક્સા ઉપર પડી હતી. અન તેના કાચ મારા હાથમાં વાગી જતા ઇજા પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم